રાજ્યમાં કોરોનાના 376 નવા કેસઃ 29 લોકોના મોત

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે ત્યારે ગુજરાતમાં દેશમાં બીજા ક્રમે છે. આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા. તેમણે આપેલી માહિતી પ્રમાણે આજે કુલ 376 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 29 લોકોના મોત થયા છે. જ્યારે 153 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદમાં 259 કેસ, આણંદમાં 01 કેસ, ભાવનગરમાં 21 કેસ, બનાસકાંઠામાં 03 કેસ, બોટાદમાં 03 કેસ, દાહોદમાં 06 કેસ, ગાંધીનગરમાં 07 કેસ, જામનગરમાં 03 કેસ, પંચમહાલમાં 07 કેસ, રાજકોટમાં 03 કેસ, સુરતમાં 20 કેસ, વડોદરામાં 35 કેસ, મહિસાગરમાં 03 કેસ, ખેડામાં 03 કેસ અને સાબરકાંઠામાં 02 કેસ પોઝિટિવ નોંધાયો છે.

અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંકડો 4076 પર પહોંચ્યો અને કુલ 234 લોકોના મોત થયા છે. વડોદરામાં કુલ 385 કેસ નોંધાયા અને 27 લોકોના મોત થયા છે. સુરતમાં કુલ 706 કેસ નોંધાયા અને કુલ 31 લોકોના મોત થયા છે. રાજકોટમાં 61 કેસ નોંધાયા અને કુલ 1 લોકોના મોત થયા છે. ગાંધીનગરમાં 77 કેસ, ભાવનગરમાં 74 કેસ, આણંદમાં 75 કેસ, ભરૂચમાં 27 કેસ, પાટણમાં 22 કેસ, પંચમહાલમાં 45 કેસ, બનાસકાંઠામાં 39 કેસ, નર્મદામાં 12 કેસ, છોટાઉદેપુરમાં 14 કેસ, કચ્છમાં 7 કેસ, મહેસાણામાં 32 કેસ, બોટાદમાં 33 કેસ, પોરબંદરમાં 3 કેસ, દાહોદમાં 13 કેસ, ગીર સોમનાથમાં 3 કેસ, ખેડામાં 12 કેસ, જામનગરમાં 4 કેસ, મોરબીમાં 1 કેસ, સાબરકાંઠામાં 5 કેસ, અરવલ્લીમાં 20 કેસ, મહીસાગરમાં 36 કેસ, તાપીમાં 2 કેસ, વલસાડમાં 6 કેસ, નવસારીમાં 8 કેસ, ડાંગમાં 2 કેસ, સુરનેદ્રનગરમાં 1 કેસ અને દેવભૂમિ દ્વારકામાં 3 નોંધાયા છે. આમ ગુજરાતમાં કુલ કોરોના વાયરસના કારણે કુલ આંકડો 5804 પર પહોંચ્યો છે.