કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી રિલીઝ કરી; શક્તિસિંહ ગોહિલ, અર્જૂન મોઢવાડિયાનો સમાવેશ

અમદાવાદ – ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે તેના ૭૭ ઉમેદવારોની પહેલી યાદી આજે જાહેર કરી છે.

આ મહત્વની ચૂંટણી માટે શક્તિસિંહ ગોહિલ અને અર્જૂન મોઢવાડિયા જેવા રાજ્યના વરિષ્ઠ નેતાઓનો યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પણ આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કટ્ટર હરીફાઈ જામી છે.

શાસક ભાજપે કુલ ૧૮૨ બેઠકોમાંથી ૧૦૬ બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ બે યાદી બહાર પાડીને જાહેર કરી દીધા છે.

ગુજરાતમાં બે તબક્કે ચૂંટણી યોજાવાની છે. ૯ અને ૧૪ ડિસેમ્બરે મતદાન છે અને ૧૮ ડિસેમ્બરે મતગણતરી અને પરિણામ છે.

(આ છે, કોંગ્રેસના એ ૭૭ નસીબદાર ઉમેદવારો, જેમને ચૂંટણીની ટિકિટ મળી છે)