સરકારી મગફળી વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ, બેની ધરપકડ

કચ્છ– ભચાઉમાં સરકારી મગફળીના જથ્થાને બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સરકારી મગફળી વેચવા આવતાં બે જણની પોલીસે ધરપકડ કરી છે.ભચાઉ APMCમાં મગફળી વેચવા આવેલા 2 શખ્સો પર વેપારીઓને સરકારી મગફળી વેચવા આવ્યા હોવાની શંકા જતાં વેપારીઓ પોલીસને જાણ કરી હતી, પોલીસ આવીને તપાસ કરતાં મગફળીના જથ્થા પર સરકારી માર્કો હતો. જે પછી પોલીસે બંનેની અટકાયત કરી હતી. આધાર પુરાવા વગરના 35 હજારના મગફળીના જથ્થા પર સરકારી માર્કો હતો.

ગાંધીધામ સ્થિત એક મગફળીના ગોડાઉનમાંથી આ જથ્થો લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. અને પોલીસે આ બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]