હવે હાઇટેન્શનનું નો ટેન્શન…

અમદાવાદ શહેરના તમામ માર્ગો હવે વાહન વ્યવહાર અને રહેઠાણથી ભરચક થતા જાય છે. શહેરનો 132 ફૂટ રીંગ રોડ પણ એકદમ વ્યસ્ત રહે છે, ત્યારે ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં વચ્ચે જ મુકાયેલા વર્ષો જુના હાઇ ટેન્શન વાયરોના વિશાળકાય થાંભલા દુર કરી અન્ડરગ્રાઉન્ડ વાયર સીસ્ટમ મુકવાની શરુઆત થઇ રહી છે. પ્રસ્તુત તસવીર અખબારનગર-પ્રગતિ નગર અન્ડરબ્રિજ પાસેની છે, જ્યાં નવાવાડજ વિસ્તારમાં વિશાળ થાંભલા ઉતારાઇ રહ્યા છે.
તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]