સરકાર ત્રીજી-ચોથી લહેર સામે તૈયાર રહેઃ હાઇકોર્ટ

અમદાવાદઃ કોરોનાના કેસમાં ઘટાડા પછી સરકારે હવે રસીકરણ પર ભાર આપવાની જરૂર છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને કેટલીક સલાહ આપવામાં આવી ગઈ છે. આવી એક સલાહ છે સ્પોટ વેક્સિનેશન. હાઈકોર્ટે રૂપાણી સરકારે કહ્યું હતું કે તે સ્પોટ વેક્સિનેશન પર ધ્યાન આપે. જે લોકો ફોન દ્વારા રસી લગાવવા માટે રજિસ્ટર નથી કરી શકતા, તેમને સમયસર રસી લાગવી બહુ જરૂરી છે.

આવામાં રસીકરણની સુવિધા હોવી જોઈએ, જેનાથી કોઈ પણ શખસ સીધા કેન્દ્રમાં જઈને રસી લગાવી શકે છે. કોર્ટે કહ્યું હતું કે રાજ્યમાં 100 જગ્યાએ રસી લગાવવામાં આવી રહી છે તો કમસે કમ 20 જગ્યાએ તો સ્પોટ રસીકરણની સુવિધા મળવી જોઈએ. આવું થવાને કારણે રસીકરણની ઝડપ વધારી શકાશે અને બધાને સમયસર રસી લાગી શકશે. કોર્ટ દ્વારા સરકારને નિર્દેશ આપવામાં આવ્યા છે. સમયસર આરોગ્ય સુવિધાને વ્યવસ્થિત બનાવો અને હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને યોગ્ય બનાવો.  

કોર્ટે દલીલ કરી છે કે દેશમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરતા, તેઓ ઘણી વાર માસ્ક નથી પહેરતા, સેનિટાઇઝેશન પર પણ વધુ ધ્યાન નથી આપતા. આવામાં સરકારે ત્રીજી લહેર માટે તૈયાર રહેવું જોઈએ અને એના માટે આગોતરી વ્યવસ્થા કરી રાખવી જોઈએ.

રાજ્યમાં બ્લેક ફંગસના વધતા કેસો બાબતે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે ઇન્જેક્શનના વિતરણ પર જવાબ માગ્યો છે. સામે પક્ષે સરકારે માહિતી આપી હતી કે તેમના દ્વારા ઇન્જેક્શનને મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવ્યાં છે, જેથી મેડિકલ ઓફિસરની ટીમ તપાસ કરીને લોકોને ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવી શકે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]