ગુજરાત હવામાન વિભાગે સરકારને આપ્યાં સારા સમાચાર…

ગાંધીનગર- વરસાદની રાહ જોતાં ખેડૂતો માટે રાહત આપતાં સમાચાર મળી રહ્યાં છે. રાજ્યમાં આ સીઝનમાં  સારો વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ વર્ષે ગુજરાતમાં 97 ટકા વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંતા સરકારે રાજ્ય કેબિનેટની બેઠકમાં પ્રેઝન્ટેશન સાથે આ માહિતી આપી હતી.ગાંધીનગરમાં બુધવારે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં હવામાન વિભાગના ડાયરેકટર જયંત સરકાર પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે ચોમાસાની આગાહી વિશે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે 97 ટકા વરસાદ થશે. બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપરાંત પ્રધાનમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.