હાલ સોનામાં ઉત્તાર-ચઢાવનો માહોલ જોવા મળી રહ્યો છે. સોનાની કિંમતોમાં વધારો થવા છતાં જ્વેલરી માર્કેટમાં માત્ર 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ETFsના કારણે સોનામાં રોકાણની નવી તકો જોવા મળી રહી છે.
ભારતે પ્રથમ ક્વાર્ટરમાં 136 ટન સોનાનો વપરાશ કર્યો હતો. ભારતમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં સોનાની માંગમાં 8 ટકાનો વધારો થયો છે. 2023ના પ્રથમ ક્વાર્ટરમાં લગભગ 126 ટનનો વપરાશ થયો હતો. પહેલા ક્વાર્ટરમાં 75470 કરોડ રૂપિયાનો સોનાનો બિઝનેસ થયો હતો. આ સમયગાળા દરમિયાન સોનાના બિઝનેસમાં 20-21 ટકાનો વધારો થયો છે. જ્વેલરી વિભાગમાં લગભગ 95.5 ટનનો વપરાશ થયો છે.
સોનાની લગડીઓ અને સિક્કાઓના વેચાણમાં 19 ટકાનો વધારો થયો છે. જ્યારે આ સોનાની કિંમતો અગાઉના ક્વાર્ટર સાથે સરખામણી કરીએ તો આ કિંમતોમાં 32%નો વધારો થયો છે. ETFs AUMમાં પણ ઉછાળો આવ્યો છે. સોનાની વાર્ષિક વૃદ્ધિ ખૂબ જ મજબૂત રહી છે. સોનાને ભૌગોલિક રાજકીય કટોકટી અને કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદીનો ટેકો મળી રહ્યો છે. આરબીઆઈએ 2023માં 16 ટન સોનું ખરીદ્યું હતું. જેની સામે 2024ના પહેલા જ ક્વાટરમાં RBIએ 19 ટન સોનાની ખરીદી કરી છે.
ભૌગોલિક તણાવને લઈને સોનાની કિંમતો ઉત્તાર-ચઢાવ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે સોનામાં સ્થિર રોકાણ માટે લોકોનો અભિગમ બદલાયો હોયો તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલ અક્ષય ત્રિતિયા નજીક આવી રહી છે ત્યારે લોકો સોનાની ખરીદી કરતા હોય છે. વધતા ભાવને જોઈ સોના ચાંદીનો ટ્રેડ કેવો રહેશે જોવાનું રહ્યું.