ગણપત યુનિ. દ્વારા વૈશ્વિક મેથેમેટિક્સ ડેની ઉજવણી

મહેસાણાઃ ગણપત યુનિવર્સિટીના મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સિસના ગણિત વિભાગ દ્વારા મેથેમેટિક્સ યુનાઇટ્સ થીમ પર પાઇ ડે: ઇન્ટરનેશનલ મેથેમેટિક્સ ડે -2022ની 14 માર્ચએ ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં પ્રો. એમ. એચ વસાવડા (રિટાયર્ડ પ્રો., એસ. પી. યુનિ., આણંદ), પ્રો. એચ. એમ. વસાવડા( રિટાયર્ડ,  પ્રો. એમ. બી. પટેલ સાયન્સ કોલેજ-આણંદ) અને પ્રો. એન. એન. રોઘેલિયા (રિટાયર્ડ પ્રો., એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ-અમદાવાદ) દ્વારા  એક્સપર્ટ લેક્ચર આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ફોટો વિથ મેથેમેટિક્સ,  મેથેમેટિકલ ગેમ, મેથેમેટિકલ ઓબ્જેક્ટ રિલેટેડ ટુ પાઇ, પ્રૂફ વિથ આઉટવર્ડ, ક્વિઝ અને રોલ પ્લે ઓફ મેથેમેટિકલ કેરેક્ટર જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 57 વિદ્યાર્થીઓએ અલગ-અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના આર & ડી વિભાગના ડિરેક્ટર ડો. અજય ગુપ્તા, સાયન્ય ફેકલ્ટીના ડીન અને પ્રિન્સિપાલ ડો. અમિત પરીખ ઉપસ્થિત રહીને સ્પર્ધાના વિજેતાઓને સર્ટિફિકેટ અને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પરિપૂર્ણ કરવામાં સાયન્સ કોલેજના કેટલાક ફેકલ્ટીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, જેમાં મુખ્ય ભૂમિકા પારિતોષ પ્રજાપતિ (આસિસ્ટન્ટ પ્રો.)એ ભજવી હતી.