ગાંધીનગર રેલવે સ્ટેશન પર 30 એપ્રિલ સુધી આ ટ્રેનો રહેશે કેન્સલ

અમદાવાદ- રાજ્યના પાટનગરના રેલવે સ્ટેશનની કાયાપલટની કામગીરી ચાલી રહી છે. ગાંધીનગર સ્ટેશન અદ્યતન બનાવવાની કામગીરીને પગલે પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હોવાને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.

આગામી 30 સુધી આ કામગીરી ચાલુ રહેશે જેમાં શાંતિ એકસપ્રેસ તેમ જ અમદાવાદ અને આણંદની મેમુ ટ્રેનોની આવનજાવનમાં ફેરફાર થનાર છે.

ટાઈમમાં ફેરફાર થનારી ટ્રેનો..

  • ટ્રેન નં.19309 ગાંધીનગર-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ 30 એપ્રિલ 2019 સુધી અમદાવાદથી દોડશે અને ગાંધીનગર-અમદાવાદ વચ્ચે રદ્ રહેશે.
  • 29 એપ્રિલ 2019 સુધી ઇન્દોરથી ઉપડનારી ટ્રેન નં.19310 ઇન્દોર -ગાંધીનગર શાંતિ એક્સપ્રેસોને પણ અમદાવાદમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે તથા આ ટ્રેન અમદાવાદ-ગાંધીનગર વચ્ચે કેન્સલ રહેશે.
  • ટ્રેન નં. 69191 આણંદ-ગાંધીનગર મેમૂ તારીખ 29 એપ્રિલ 2019 સુધી કેન્સલ રહેશે.
  • ટ્રેન નં. 69192 ગાંધીનગર-આણંદ મેમૂ તારીખ 30 એપ્રિલ 2019 સુધી કેન્સલ રહેશે.
  • ટ્રેન નં. 69131/69132 અમદાવાદ-ગાંધીનગર – અમદાવાદ મેમૂ તારીખ 30 એપ્રિલ 2019 સુધી કેન્સલ રહેશે.