ગૃહપ્રધાન શાહને હસ્તે ઇફ્કોના નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટનું ભૂમિપૂજન

કંડલાઃ ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના બે દિવસના પ્રવાસે છે. તેમના હસ્તે ગાંધીધામમાં કંડલા ઇફ્કોના નેનો DAP પ્લાન્ટનું ભૂમિપૂજન થયું હતું. તેમણે 17 એકરમાં તૈયાર થનારો પ્લાન્ટ લગાવવા માટે ઇફ્કોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ભૂમિપૂજન કરવાના સાથે જ ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે નેનો DAPને કારણે ખેડૂતોની જમીનની બિલકુલ નુકસાન નહીં થાય.

તેમણે જણાવ્યું હતું કે આ પ્લાન્ટ થકી વિદેશોમાં પણ વિવિધ પેદાશોની નિકાસ કરવાનું લક્ષ્ય છે. રૂ. છ કરોડની DAPની બોટલ વિદેશથી કરવી પડતી અનાજની આયાતને ઘટાડી દેશે. હવે ઘઉં-ચોખા વિદેશથી આયાત કરવાની જરૂર નથી. હવે દેશભરના ખેડૂતોને સમૃદ્ધ કરવાનું લક્ષ્ય છે.

તેમણે જણાવ્યું હતું કે નેનો DAP છોડના મૂળ સુધી ઊતરતુ નથી અને છોડના ઉપરના પરત સુધી જ રહે છે. જેને કારણે જમીનને નુકસાન પહોંચતું નથી અને ખેડૂતોને સારી ઊપજ મળે છે. તેનાથી પાણી પણ પ્રદૂષિત નહીં થાય અને ઊપજ પણ વધશે. સરકારની સબસિડીનો બોજો પણ ઓછો કરશે.

તેમણે જણાવ્યું કે આજે ભારત અન્ય ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બન્યું છે. વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં દેશને હરીત ક્રાંતિની જરૂર છે. જો કે આ હરિત ક્રાંતિ અલગ પ્રકારની હશે. માત્ર ઉત્પાદન તેનું લક્ષ્ય નથી. દુનિયાભરને પ્રાકૃતિક ખેતીનો રસ્તો ભારતે બતાવવાનો છે. પ્રાકૃતિક ખેતીની હરિત ક્રાંતિ લાવવાની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વૈજ્ઞાનિક આયોજનના કારણે અન્ન ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બન્યુ છે.

ગૃહપ્રધાનને હસ્તે BSFના મૂરિંગ પ્લેસનું ભમિપૂજન અને વિવિદ પ્રોજેક્ટ્સનું ઈ-લોકાર્પણ થશે. આ પછી તેઓ હરામીનાળાનો પ્રવાસ કરશે અને એ પછી ભૂજના જેલના કેદીઓ સાથે અમૃત મહોત્સવ અંતર્ગત ટ્રાન્સફોર્મેશન@ 75 સમારોહમાં હાજર રહેશે.

ગૃહપ્રધાન અમિત શાહ હાલ બે દિવસ રાજ્યના પ્રવાસે છે. તેઓ ગઈ કાલે મોડી રાત્રે ભૂજ પહોંચ્યા હતા, ત્યાં તેમનું રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ગૃહપ્રધાનને હસ્તે આ બે દિવસમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ થશે. તેઓ અનેક કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. તેઓ કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષાનું નિરીક્ષણ કરશે. તેઓ પ્રવાસની પ્રારંભ કોટેશ્વર મહાદેવના દર્શન કરીને કરશે. તેઓ કચ્છના કંડલા અને ગાંધીનગરના સરઢવમાં જાહેર સભાને સંબોધશે.

પલારા જેલની લેશે મુલાકાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કચ્છમાં દરિયાઈ સુરક્ષા સુદ્રઢ બનાવવાના હેતુસર કોટેશ્વર BSF મરીન યુનિટ માટે રૂપિયા 100 કરોડના ખર્ચે તૈયાર થનાર નવી જેટીનું ખાતમુહૂર્ત કરશે. સાથે જ તેઓ ઇક્કો દ્વારા કંડલામાં નિર્માણધીન નેને પ્લાન્ટને ખુલ્લો મુકશે. જે બાદ ભુજમાં પલારા જેલની મુલાકાત લેશે. આ ઉપરાંત અમિત શાહ ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષાનું નિરીક્ષણ કરશે.