અમદાવાદ: રાજ્યમાં ચોમાસું ધીમા પગલે પ્રસરી રહ્યું છે. ચોમાસાની શરૂઆતમાં જ અમદાવાદમાં દુર્ઘટના સામે આવી છે. શહેરમાં ઈલેક્ટ્રીક બી આર ટી બસને આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વસ્ત્રાલ ઝાડેશ્વર ખાતે આવેલા ડેપોમાં મૂકેલી બસમાં આગ લાગી હતી. એક EV માં લાગેલી આગ પ્રસરી હતી. જેના કારણે બાકીની બે બસમાં આગ ચાંપી ગઈ હતી. આ આગમાં કુલ ત્રણ બસ બળીને ખાખ થઈ ગઈ હતી.
અમદાવાદમાં વધુ ગરમીને લઈ અવાર-નવાર BRTS કે કોઈ પણ વાહનોમાં આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે ફરી એક વખત BRTS બસ બળીને ખાખ થયાના સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વસ્ત્રાલ ઝાડેશ્વર ડેપો ખાતે પડેલી JBM ની ઈ-લેક્ટ્રી બસમાં રાતના સમયે આગ લાગી હતી. આગ બેકાબુ બનતા આજુ બાજુની બે બસનો ભોગ લીધો હતો. આમ રાત્રીના સમયે લાગેલી આગથી ત્રણ BRTS બસ બળીને ખાખ થઈ ચૂકી છે. ઘટનાને પગલે 3 ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર BRTS બસ રાત્રી સમયે ચાર્જિંગ મુકવામાં આવી હતી. જેમાં ભારે વરસાદના પગલે શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગ બેકાબુ બનતા ત્રણ બસમાં આગ લાગી હતી. ઘટનાને પગલે 3 ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી કરાઇ હતી. જોકે, આગમાં 3 EV બસ બળીને ખાખ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે JBM કંપનીની ઈલેક્ટ્રીક બસોમાં અચનાક આગ લાગવાથી ચકચાર મચી ગયો છે. જ્યારે આગ લાગવાની ઘટના પર વધુ તપાસ કરવા કંપનીની ટીમ મુંબઈથી આવી શકે છે, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.