સુરતઃ સુરતના વેસુ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે. વેસુ વિસ્તારમાં આવેલા લક્ઝુરિયસ ફ્લેટમાં આગ લાગી છે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી રહે છે તે જ સોસાયટીમાં આગ લાગી છે. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરવાના આદેશ આપ્યા છે. આગ લાગવાની ઘટના બનતાં જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેપ્પી એન્કલેવના સાતમા માળે લાગી આગ હતી. સાતમા માળ પર આગ લાગતાં જ ફ્લેટના ત્રણ માળ આગની ચપેટમાં આવ્યા હતા. ભીષણ આગ લાગતાં જ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. પ્રાપ્ત થતી વિગતો અનુસાર આગમાં 18 લોકો ફસાયા હતા. જેમને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની 10 જેટલી ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
આ બિલ્ડિંગ નવી જ બનાવવામાં આવી હતી. જેને કારણે નવી ઘરની અંદર નવા ફર્નિચર કરવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગૃહપ્રધાન હર્ષ સંઘવીની સોસાયટીમાં આગ લાગતાં મેયર, કમિશનર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ હજી આગ ક્યાં કારણોસર લાગી હતી તે અકબંધ છે. સદનસીબે આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિની થઈ ન હોવાનું સામે આવી રહ્યું છે.
Surat, Gujarat: A fire broke out on the seventh floor of the Happy Excellencia building in Surat’s Vesu area around 8 AM, spreading to upper floors. Firefighters are working to control the blaze. Minister Harsh Sanghavi, whose residence is nearby, reached the scene. The cause of… pic.twitter.com/OrkSGpTaQJ
— IANS (@ians_india) April 11, 2025
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે કોઇ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી છે અને આગ કાબૂમાં છે કુલિંગની કામગીરી ચાલુ છે. 9મા માળે આગ લાગી હતી, ઘર ખાલી હતુ અને 40 લોકોને બહાર કાઢ્યા બાદ 18 લોકો અંદર હતા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવ્યા છે, તરત જ આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી, મારા અનેક મિત્રો પણ બિલ્ડિંગમાં હતા.
