અમદાવાદઃ બાપુનગર વિસ્તારમાં આવેલી વિકાસ એસ્ટેટમાં આગ લાગી છે. આ આગ લાગતાં સ્થાનિકોમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. આ આગે એકસાથે 25-30 દુકાનોને પણ લપેટમાં લાગી ગઈ હતી. આ આગને પગલે ફાયરબ્રિગેડની 19 ગાડીઓ આગ ઘટનાસ્થળે પહોંચી છે. આ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કાબૂમાં લીધી હતી. આ આગમાં સાત લોકો ઘાયલ થયા હતા, જેમનો હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
અનિલ સ્ટાર્ચ મિલ પાસે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી અને જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું.આ આગમાં ફટાકડા ચપેટમાં આવતાં ફૂટતાં સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો.
આ આગ બપોરે લાગી હતી, જે પછી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને બેથી ત્રણ કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ આગ લાગવાને કારણે સોસાયટીઓમાં લોકોનો ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત આસપાસની સોસાયટીઓ ખાલી કરાવવામાં આવી હતી. જોકે આ આગને ફાયરબ્રિગ્રેડે કાબૂમાં લીધી હતી.