લગ્ન પૂર્વે વરઘોડામાં મારામારી, બેન્ડના અવાજ પર વિવાદ ઉગ્ર બન્યો

ભરૂચ:  નવા તવરા ગામમાં લગ્રનો માડવે ચડતા પહેલા લગ્નનું સ્થળ રણ ભૂમીમાં ફરી જવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. વરરાજા લાડકી પરણાવવા જવાની તૈયારીમાં હતા, તે પહેલાં જ વરઘોડા દરમિયાન બેન્ડ વગાડવા મુદ્દે વિવાદ ઉદ્ભવ્યો હતો. જે વિવાદ ઉગ્ર બનતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. સમગ્ર ઘટનાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે, લગ્ન પ્રસંગે વરરાજા પોતાનાં જાનૈયાઓ સાથે વરઘોડા માટે નીકળ્યા હતા. વરઘોડામાં હર્ષોલ્લાસ સાથે જાનૈયાઓ નાચી રહ્યા હતા, ત્યારે વાગતા બેન્ડના ઉંચા અવાજથી ગામના એક ઘરમાં બાંધેલી ભેંસ અચાનક ભડકી ગઈ. ભેંસ દોડવા લાગી અને ઘરના માલિકે બેન્ડવાળાઓને અવાજ ધીમો કરવા જણાવ્યું. આ મુદ્દે પહેલા બોલાચાલી થઈ અને પછી વિવાદ ઉગ્ર બનતા બંને પક્ષો વચ્ચે મારામારી થઈ. દંગલ જેવી સ્થિતિ સર્જાતાં લગ્નનું માહોલ બગડી ગયો અને આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. બંને પક્ષોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને તાજેતરમાં પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં 14 લોકો ઘાયલ થયાની પણ માહિતી મળી રહી છે.