GUની સાયન્સ કોલેજોમાં 8000 સીટો ખાલી રહેવાની દહેશત

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી (GU)એ હાલમાં બેચલર ઓફ સાયન્સ કોલેજોમાં નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ પહેલાં એડમિશન માટે મોક (નકલી) રાઉન્ડ યોજ્યો હતો, જેમાં યુનિવર્સિટીને નિરાશા હાથ લાગી હતી, કેમ કે GU હેઠળની આશરે 42 કોલેજોમાં 12મું ધોરણ પાસ કર્યા પછી BSc, MSc અને MBAમાં 14,000 સીટોમાંથી એડમિશન મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓમાંથી માત્ર 5423 વિદ્યાર્થીઓએ આ મોક રાઉન્ડમાં ભાગ લીધો હતો.આ વર્ષે ધોરણ 12 સાયન્સનાં પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓમાંથી માત્ર 1000 વિદ્યાર્થીઓને ગ્રુપ Aમાં એડમિશન માટે રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી થઈ રહી છે. કદાચ આવા વિદ્યાર્થીઓ સાયન્સના શિક્ષણ માટેના મોટા ખર્ચાને કારણે આ ક્ષેત્રે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે.

આ વર્ષે બાયોલોજી વિષય સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઊંચી હોવા છતાં કોલેજ મેનેજમેન્ટને ડર છે કે UG NEET ના પરિણામ પછી મોટા ભાગના વિદ્યાર્થીઓને મેડિકલ કે પેરા મિડિકલમાં એડમિશન મળી જશે. ભવન્સની RA કોલેજ ઓફ સાયન્સના પ્રિન્સિપાલ એચ. એમ પટેલ કે જેઓ GUના BSc કોર્સના એડમિશનના કોર્ડિનેટર પણ છે, તેમણે કહ્યું હતું કે આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં મેથેમેટિક્સ વિષય સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 35,000 છે અને બાયોલોજી વિષય સાથે પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા 65,000 જ છે. અમને માલૂમ છે કે આ વર્ષે સાયન્સમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે, પણ BSc કોર્સ માટે એડમિશન લેવા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન અમારા અંદાજ કરતાં ઘણું ઓછું છે.

હવે જો આ બધા એડમિશન માટે રજિસ્ટ્રેશન કરાવનાર 5423 વિદ્યાર્થીઓ જ BSc કોર્સમાં એડમિશન લેશે તો આ વર્ષે 8577 સીટો ખાલી રહેશે.