બ્રસેલ્સઃ ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન (IDF) IDF ગ્લોબલ ડેરી કોન્ફરન્સ સાથે ભેગા મળીને 13થી 15 ઓક્ટોબર, 2021 દરમિયાન ‘એ ચેન્જિંગ ક્લાઇમેટ ફોર ડેરી’ નામની વાર્ષિક બેઠક યોજશે. આ બેઠકમાં સેંકડો ઓનલાઇન સહભાગીઓની સાથે સમગ્ર વિશ્વમાંથી ડેરી ઉદ્યોગના 350 જેટલા લોકો ભાગ લે તેવી અપેક્ષા છે.
ડેનિશ ડેરી બોર્ડ દ્વારા તેનું આયોજન કોપનહેગનના કેન્દ્રમાં IDF ડેરી ગ્લોબલ ડેરી કોન્ફરન્સ 13થી 15 ઓક્ટોબર દરમિયાન એક્સેલબોર્ગમાં કરવામાં આવશે. આ ઇવેન્ટ માટેની નોંધણી IDF ગ્લોબલ ડેરી કોન્ફરન્સના હોમપેજ પર હાલમાં જ શરૂ થઈ છે. ડેનિશ ડેરી બોર્ડ બ્રસેલ્સના ડિરેક્ટર ક્રિસ્ટન હોમ સ્વેન્ડસેનની અધ્યક્ષતા હેઠળના વર્કિંગ ગ્રુપ દ્વારા આ કોન્ફરન્સના એજન્ડાને નિર્ધારિત કરવામાં આવ્યો હતો.
ફૂડ, એગ્રિકલ્ચર અને ફિશરીઝ બાબતોના ડેનિશપ્રધાન રેસમસ પ્રેહનેન્ડ અને EU કમિશનર સ્ટેલા કિરિયાકાઇડ્સના સ્વાગત વક્તવ્યની સાથે આ કોન્ફરન્સ શરૂ થશે. ત્યાર બાદ ડેરી ક્ષેત્રના અગ્રણીઓની પેનલ યોજાશે, જેમાં ડેરી કંપનીઓના ઘણા CEO આગામી વર્ષોમાં વૈશ્વિક ડેરી ક્ષેત્ર અંગેનો તેમનો દ્રષ્ટિકોણ રજૂ કરશે તથા વિશ્વને સલામત, પૌષ્ટિક અને સ્થાયી ડેરીનાં ઉત્પાદનો દ્વારા પોષવા માટે તેમની સંબંધિત કંપનીઓની વ્યૂહરચના અને દ્રષ્ટિકોણો અંગે ચર્ચા કરશે.
આર્લા ફૂડ્સ (ડેન્માર્ક)ના CEO પેડેર તુબોર્ગની સાથે પેનલ શરૂ થશે. IDF ફોરમમાં આ સંગઠનની કામગીરી અંગે જાણકારી પૂરી પાડવા સહભાગીઓને આમંત્રિત પણ કરવામાં આવશે.
આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં ડેરી ઉદ્યોગ સંબંધિત વ્યાપક રેન્જની રજૂઆતો કરવામાં આવશે તથા અહીં નીચે જણાવેલાં શીર્ષકો પર છ સેશનમાં ચર્ચાઓ યોજવામાં આવશેઃ ખાદ્ય-સુરક્ષા, પ્રોસેસિંગ અને ટેકનોલોજી, સ્થાયી આહાર, કૃષિ, રાજકારણ અને અર્થતંત્ર તથા માર્કેટિંગ. તમામ રજૂઆતોને નોંધણી પામેલા લોકો સમક્ષ લાઇવ રજૂ કરવામાં આવશે. આ વિશિષ્ટ કાર્યક્રમ માટે વૈશ્વિક ડેરી સમુદાય સાથે જોડાવાની તક ચૂકી જશો નહીં.
