ધોળકામાં 50 કરોડના ડ્રગ્સ ગોડાઉનનો પર્દાફાશ

અમદાવાદ: ગુજરાતમાં નસીલા પદાર્થનો ઝડપાવાના અવાર નવાર કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે ધોળકામાં ડ્રગ્સના ગોડાઉનનો પર્દાફાશ થયો છે. પુલેન ચોકડી વિસ્તારમાં આશરે 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ATS એ દેવમ ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં દરોડા પાડ્યા. આશરે 50 કરોડની રકમનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ખંભાતમાંથી સામે આવેલી ડ્રગ્સની ફેક્ટરીના તપાસનો રેલો ધોળકા પહોંચ્યો છે. ગુજરાત ATSએ ખંભાતમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. રો-મટિરિયલ ધોળકાના ગોડાઉનમાં હોવાનું આરોપીઓએ કબૂલ્યું હતું. આરોપીઓની બાતમીને આધારે ATSએ તપાસ હાથ ધરી છે.

આ અગાઉ પણ મધ દરિયાથી માંડી મધ્ય ગુજરાતમાંથી અલગ અલગ જગ્યા કરોડોની કિંમતનું ડ્રગ્સ પકડાય ગયું છે. પોલીસની સમય સુચકતાને લઈ ડ્રગ્સના દુષણને ડામ માટે ગુજરાત પોલસી મહદઅંશે સફળ પણ રહ્યુ છે. ધોળકામાંથી પણ 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. આ પહેલા ખંભાતમાંથી પણ 100 કરોડથી વધુ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું, જો કે, અત્યારે ATS સઘન તપાસ કરી રહ્યું છે. જેના કારણે ગનેગારોમાં પણ ભયનો માહોલ છવાયો છે. અત્યારે ATSએ દેવમ ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં દરોડા પાડ્યાં હતાં, જ્યાં પુલેન ચોકડી વિસ્તારમાંથી આશરે 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. રણજિત ડાભી નામના આરોપીનાં ગોડાઉનમાંથી ડ્રગ્સ મળી આવ્યું હોવાની માહિતી છે.

ત્યારે બીજી બાજું ભાભર-સુઈગામ નેશનલ હાઈવે પર રવિવાર બપોર બાદ એક દારૂ ભરેલી ગાડી અચાનક પલટી મારી ગઇ હતી.જેના કારણે ગાડીમાં રહેલી દારૂની બોટલો રોડ પર વેરાઈ ગઈ હતી.જેથી નજીક રહેતા લોકોનાં ટોળાંએ દારૂની બોટલોની લૂંટ ચલાવી હતી. આસપાસ ઉભેલા કેટલાક સ્થાનિક લોકોએ વીડિયો ઉતારી ”બિયર ઉપાડો, મોજ કરો”ની બુમો પાડતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભાભર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે રોડ પરથી દારૂની બોટલો કબજે લીધી અને ટ્રેક્ટરની મદદથી અકસ્માતગ્રસ્ત ગાડીને રોડની સાઈડમાં ખસેડી હતી. પોલીસે રૂપિયા 69,540 ની કિંમતની 514 બોટલ દારૂ ઝડપી પાડ્યો હતો. ગાડી સહિત રૂપિયા 5,69,540 નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર થયેલા ગાડી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.