અમદાવાદઃ મણિનગરના સ્વામીનારાયણ મંદિર સ્થિત ઓડિટોરિયમમાં અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના વિયષો પર ચર્ચા અને વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં 125થી વધુ શાળાના સંચાલકો હાજર રહ્યાં હતાં અને પોતાના સુચનો તજજ્ઞો સમક્ષ મૂક્યાં હતાં અને સાથે જ તેના અમલ માટે રજૂઆતો કરવામાં આવી હતી.
આ બેઠકમાં ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના સચીવ દિનેશ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતા, આચાર્ય ભરતી કમિટીના સદસ્ય નારણભાઈ પટેલ હાજર રહ્યાં. આ બેઠકમાં આગામી શૈક્ષણિક વર્ષના પ્રારંભ પહેલા આચાર્યોની ભરતી અંગે વિવિધ સૂચનો અને માર્ગદર્શન સાથેની છણાવટ પણ કરવામાં આવી. અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળે આચાર્યોની ભરતી અંગે પડતી મુશ્કેલીઓ તેમજ સમસ્યાઓની વિગતવાર ચર્ચાઓ કરીને ભરતી પ્રક્રિયાઓમાં પારદશિઁતા લાવવાની હાકલ કરી હતી.
આ બેઠકમાં અમદાવાદ શહેરની વિવિધ શાળાઓના ૧૨૫થી વધુ સંચાલકો હાજર રહીને પોતાના સૂચનો તજજ્ઞો સમક્ષ મૂકીને તેના અમલ માટે રજૂઆતો કરી સરકાર સમક્ષ અમલ માટે મૂકવાની રજૂઆતો પણ થઈ હતી.