ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 55.55 ટકા, ગત વર્ષ કરતાં નીચું

અમદાવાદ– ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે ગુરુવારે વહેલી સવારે જાહેર કર્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 55.55 ટકા આવ્યું છે, જે ગત વર્ષ કરતાં નીચું રહ્યું છે.ગત વર્ષે માર્ચ 2017 લેવાયેલ પરીક્ષામાં 56.82 ટકા પરિણામ આવ્યું હતું. માર્ચ 2018માં લેવાયેલ પરીક્ષામાં પરીક્ષામાં કુલ 505 કેન્દ્રો હતા. કુલ 4,55,626 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સામાન્ય નીચું જતાં વિદ્યાર્થીઓમાં થોડો અંસતોષ રહ્યો હતો.

હાઈલાઈટ્સ

  • માર્ચ 2018માં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 55.55 ટકા
  • ગત વર્ષ માર્ચ-2017નું પરિણામ 56.82 ટકા પરિણામ
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ગત વર્ષ કરતાં ઓછું રહ્યું
  • સૌથી ઊંચું 77.32 ટકા પરિણામ ધરાવતો જિલ્લો આહવા(ડાંગ)
  • સૌથી ઓછુ 31.54 ટકા પરિણામ સાથે જિલ્લો છોટા ઉદેપુર રહ્યો
  • વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર નાનપુરા બ્લાઈન્ડ(સૂરત) 100 ટકા
  • ઓછુ પરિણામ ધરાવતું કેન્દ્ર મહીસાગર(લુણાવાડા) 11.74 ટકા
  • 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 206
  • 10 ટકા કરતાં ઓછુ પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 76
  • એક વિષયમાં પરિણામ સુધારવાની જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓની સંખ્યા 88,207
  • એ-1 ગ્રેડ મેળવાનાર વિદ્યાર્થીઓની સંખ્યા 451
  • એ-2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 8,245
  • બી-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 30,306
  • બી-2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 63,241
  • સી-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમી સંખ્યા 80,912
  • સી-2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 52,593
  • ડી ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 19,610
  • ઈ-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 56
  • નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ(છોકરા) 63.71 ટકા
  • નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ(છોકરીઓ) 74.78 ટકા
  • અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી 77.37 ટકા
  • ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી 54.03 ટકા
  • ડિફરન્ટલી એબલ્ડ ઉમેદવારોની સંખ્યા 2,342
  • ગેરરીતિના કેસની સંખ્યા 1332