ધુળેટીએ સ્વામિનારાયણ મંદિરમાં ફૂલદોલોત્સવ ઊજવાયો

અમદાવાદઃ શહેરના સોસાયટીઓના કોમન પ્લોટમાં, શેરી, મહોલ્લા , પોળો , પાર્ટી પ્લોટ અને ક્લબોમાં ધુળેટી પર્વની રંગ ભરી ઉજવણી થઈ હતી. મ્યુઝિક, ડીજે, ઢોલ-નગારાના તાલે લોકો નાચ્યા, ઝૂમી ઊઠ્યા. શહેરના માર્ગો પરથી પસાર થતાં વાહનોમાં પણ લોકો કલરવાળા થઈને જતા જોવા મળ્યા.

અમદાવાદ શહેરના કાલુપુર સ્વામિનારાયણ મંદિર જે સૌથી જૂનું છે. એના પ્રસાદી ચોકમાં  ‘ફૂલદોલોત્સવ’ ઊજવવામાં આવ્યો હતો. ફાગણ વદ એકમ શ્રી નરનારાયણદેવ જયંતી નિમિત્તે ઉજવવામાં આવેલા મંદિરના પ્રાંગણના ઉત્સવમાં લાલજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.

કાલુપુર મંદિર ના પ્રાંગણમાં હજારો હરિભક્તો, શહેરીજનો અને વિદેશી મુલાકાતીઓની હાજરીમાં રંગબેરંગી પાણી, ગુલાલ સાથે સૌએ ‘ફૂલદોલોત્સવ’ની મજા માણી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]