ઉપવાસ પર બેઠેલા વિધાનસભ્ય અમરીશ ડેરની અટકાયત

અમરેલીઃ રાજ્યના અમરેલીમાં રેલવેની જમીનને શહેરના વિકાસ માટે નગરપાલિકાને સોંપવાની માગને લઈને કોંગ્રેસના વિધાનસભ્ય અમરીશ ડેર છેલ્લા 10 દિવસોની ઉપવાસ પર બેઠા છે, પણ ગઈ કાલે ઉપવાસ પર બેઠેલા રાજુલાના વિધાનસભ્ય અમરીશ ડેર સહિત મોટી સંખ્યામાં હાજર રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે.

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ અમરીશ ડેર સાથે ફોન પર વાત કરી હતી. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડિયા પણ તેમને ટેકો આપવા અહીં પહોંચ્યા હતા.

આ આંદોલનને ઉગ્ર બનાવવાના ઇરાદે કોંગ્રેસના નેતા રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. તેમની યોજના ટ્રેનને અટકાવવાની હતી, પણ એ પહેલાં રેલવે પોલીસે કોંગ્રેસના વિધાનસભ્ય અમ

રીશ ડેરની અટકાયત કરી હતી. રાજુલાના વિધાનસભ્ય ડેરને અટકાયતમાં લેવામાં આવતાં મોટી સંખ્યામાં તેમના ટેક્દારો રસ્તા પર ઊતરી આવ્યા હતા.

આ મામલે રાજ્યના મોટા નેતા શંકર સિંહ વાઘેલાએ ટ્વીટ કરીને રેલવેપ્રધાન પીયૂષ ગોયલથી કાર્યવાહી કરીને જમીન સ્થાનિક વિકાસ માટે આપવાની અપીલ કરી હતી.

થોડા દિવસો પહેલાં એક દિવસના ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ કોંગ્રેસના વિધાનસભ્ય ડેરને ફોન કરીને તેમને ટેકો જાહેર કર્યો હતો. જે પછી ડેરે સ્પષ્ટતા કરવી પડી હતી કે તેઓ કોંગ્રેસમાં જ છે. અમરીશ ડેરે ટ્વીટ કરીને લખ્યું હતું કે દિલ્હીના મુખ્ય પ્રધાને પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાજીની હાજરીમાં ઉપવાસ વિશે વાતચીત કરીને મારા હાલચાલ પૂછ્યા હતા.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]