એરપોર્ટના કર્મચારીએ પ્રામાણિકતાથી $750 પ્રવાસીને પાછા આપ્યા

અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર 22 વર્ષના હાઉસકીપિંગ કર્મચારીની સતર્કતાને કારણે તેને મળેલા 750 અમેરિકી ડોલરની એક બેગ મળી અને CRPF કર્મચારીઓની મદદથી તેના મૂળ માલિકને પરત કરીને તેણે પ્રામાણિકતા દર્શાવી હતી. એરપોર્ટના અધિકારીઓ દ્વારા એક જારી થયેલા એક નિવેદન અનુસાર અમદાવાદ આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરજ બજાવતા જેકી ચાવડાએ પ્રામણિકતાનો દાખલો આપ્યો છે.

22 વર્ષીય જેકી સરદાર વલ્લ્ભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સિક્યોરિટી સુરક્ષા પોઇન્ટમાં ઉપયોગમાં રાખવામાં આવતી ટ્રેને સાફ કરવા તેમ જ સેનેટાઇઝ કરવાની કામગીરી કરે છે. બુધવાર સાંજે તેને એક ટ્રેમાં પ્લાસ્ટિકની કોથળીમાં વીંટેલા 750 ડોલરનું બંડલ મળ્યું હતું. સતર્ક એરપોર્ટ કર્મચારીએ સીઆઈએસએફની મદદથી આ રકમ તેના મૂળ માલિકને આપી પ્રામાણિકતા દર્શાવી હતી.

જેકી ચાવડા જ્યારે એરોપર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર ફરજ બજાવી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે સિક્યોરિટી ચેક વખતે કોઈ પેસેન્જર ટ્રેમાં ડોલર સાથેનું બંડલ ભૂલી ગયો છે. તેણે પળભરનો પણ વિલંબ કર્યા વગર આ વાત સીઆઈએસએફના જવાનને કહી હતી. સીઆઈએસએફના જવાને તાત્કાલિક તે સમયના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને ચેક પોઇન્ટ પર જે વ્યક્તિએ બંડલ ટ્રેમાં મૂક્યું હતું તેની ઓળખ કરીને તેને આશરે રૂ. 50,000 પરત કર્યા હતા.

આ પેસેન્જર મુંબઈની ફ્લાઈટમાં બેસે એ પહેલાં જ તેને તેના નાણાંનું બંડલ સોંપી દેવામાં આવ્યું હતું જેને પગલે પેસેન્જરે એરપોર્ટ સ્ટાફની પ્રામાણિકતા બદલ તેમને ધન્યવાદ આપ્યા હતા.