સીએમ ડેશ બોર્ડઃ મુખ્યપ્રધાન કાર્યાલયથી રાજ્યની તમામ પ્રવૃત્તિઓ પર રખાશે નજર

ગાંધીનગરઃ રાજ્ય સરકારના પબ્લિક ડીલિંગ વિભાગોનું મોનીટરિંગ હવે સીએમ ઓફિસથી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયોગ હાથ ધરીને ડેશ બોર્ડની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકારના બધા જ વિભાગો અને જિલ્લા કચેરીઓ સહિત સમગ્ર સરકાર કમાન્ડ કન્ટ્રોલ વોલ ડેશ બોર્ડ સાથે જુલાઈ માસના અંત સુધીમાં જોડાઈ જશે.

મુખ્યપ્રધાને મુખ્યપ્રધાન નિવાસસ્થાને મીડિયા સમક્ષ આ ડેશ બોર્ડની કામગીરીનું પ્રેઝન્ટેશન અને વિસ્તૃત વિવરણ કર્યું હતું.  બધાજ જિલ્લા કલેક્ટરો ડી.ડી.ઓ એસ.પીને પ્રતિ માસ 8 થી 10  મુદ્દાઓ ફોક્સ પોઇન્ટ તરીકે આપીને તે વિષયોમાં એમના જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરાશે. આવા ફોક્સ એરિયામાં શ્રેષ્ઠ દેખાવ માટેની હેલ્ધી કોમ્પિટિશન થશે અને અધિકારીઓની એફિસિયન્સીનું સતત મોનીટરીંગ પણ શક્ય બનશે. આના પરિણામે કાર્યદક્ષતા વધશે. મુખ્યપ્રધાને જણાવ્યું કે આ ડેશ બોર્ડમાં હાલ 1700 જેટલા પેરામીટર્સ અને ઇન્ડીકેટર્સ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે અને તે સંદર્ભમાં જિલ્લા અને તાલુકાના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા તલસ્પર્શી રીતે હાથ ધરીને મુખ્યપ્રધાન કાર્યાલયમાંથી 3 કોલ આપી કામગીરી પૂર્ણ કરવાની સતત સૂચના અને દેખરેખ રખાય છે.

આ સર્વેલન્સ સીસ્ટમથી રાજ્યમાં કયા સ્થળે કઇ સ્થિતિ છે તે પણ મુખ્યપ્રધાન જાણી શકશે. કેન્દ્રની પુરસ્કૃત યોજનાઓમાં રાજ્યની સિદ્ધિ અને સ્થિતિ પણ આના દ્વારા જાણી શકાશે. સાથે જ નેશનલ પેરામીટર્સમાં પણ મોનીટરીંગ કરીને ગુજરાત એમાં આગળ રહી સ્પર્ધા કરી શકે તે માટે પણ સજ્જ થઇ શકાશે. મુખ્યપ્રધાને જણાવ્યું કે મોટા પ્રોજેક્ટના અમલીકરણ ફોલોઅપ સમાયાવધી વિશે પણ આ ડેશ બોર્ડ ઉપયુક્ત બનશે. સી એમ ડેશ બોર્ડ માર્ગદર્શક બનશે તે અનુસાર વિભાગો જિલ્લાઓ કામગીરી કરશે. રાજ્યના વિવિધ વિભાગોની આઈ. ટી ટીમ અને ડેશ બોર્ડના સંકલનથી આ પદ્ધતિને વધુ પરિણામલક્ષી બનાવવાશે. મીડિયા સમક્ષ ડેશ બોર્ડની જિલ્લા સ્તરની સ્થિતિનું પણ જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]