અમદાવાદઃ યોગા એક્સપ્રેસમાંથી બે માસની બાળકી ત્યજાયેલી સ્થિતિમાં મળી આવી

અમદાવાદ– અતિ ધમધમતાં એવાં આ શહેરમાં કદાચ આજુબાજુમાં શું બની રહ્યું છે તેની પર દ્રષ્ટિ નાંખવાનો સમય રહ્યો નથી. એવી કોઇ તકનો લાબ ઉઠાવતાં કોઇ વ્યક્તિ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને આજે સવારમાં નાનકડી બાળકીને ત્યજીને જતું રહ્યું છે.અમદાવાદ સ્ટેશને આવેલી યોગા એક્સપ્રેસમાંથી આ તરછોડાયેલી બાળકી મળી આવી છે. તેની સાથે માતાપિતા કે અન્ય કોણ હતું તેની તપાસ શરુ થઇ ગઇ છે. જોકે તેની માતા તેને તરછોડી ગઇ હશે તેમ માનવામાં આવી રહ્યું છે. કોઇ વ્યક્તિએ આ ત્યજી દેવાયેલી સ્થિતિમાં પડી રહેલી બાળકીને જોઇને 108 અને પોલિસને જાણ કરી હતી. બાળકી લગભગ બેથી ત્રણ માસની હોવાનું જાણવા મળે છે. હાલ બાળકીને સિવિલ હોસ્પિટલના બી-7 બેબી વોર્ડમાં સારવાર અપાઇ રહી છે.