અમદાવાદઃ અખંડ ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં 75 વર્ષનો NCCનો સહયોગ રહ્યો છે. આ વર્ષે પ્રજાસત્તાક દિવસની થીમ નારી શક્તિ છે, જે ગૌરવનો વિષય છે. યુવતીઓ અને સમાજને સશક્ત બનાવવા માટે NCCનું મહત્ત્વનું યોગદાન છે. મહિલા સશક્તીકરણ માટે NCCએ કન્યાકુમારીથી દિલ્હી સુધી એક મેગા સાઇક્લોથોનનું આયોજન કર્યું છે.
આ રેલીને ‘મહિલા શક્તિની અભેદ સફર’ નામ આપવામાં આવ્યું છે. આ સાઇક્લોથોન થકી મહિલાઓમાં સુરક્ષા, આત્મસન્માન અને સ્વાવલંબનની ભાવનાને જાગ્રત કરવાની છે. આ સાઇક્લોથોનને આઠ ડિસેમ્બર, 2023એ NCCના ડિરેક્ટર જનરલ દ્વારા લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી. સુરતમાં ફ્લેગ ઇન ઇન્ટરનેશનલ ટ્રાયથલીટ મિસ પૂજા ચૌરૂષી દ્વારા કરવામાં આવ્યું હતું.,
મેગા સાયક્લોથોનને ‘મહિલાશક્તિ કા અભેદ સફર’ નામ આપવામાં આવ્યું છે. આ યાત્રામાં સુરતની છ દીકરીઓએ પણ ભાગ લીધો છે.
આ યાત્રા કન્યાકુમારીથી કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, દમણ-દીવ, ગુજરાત અને હરિયાણા થઈને આગામી ૨૮મી જાન્યુઆરીએ દિલ્હી પહોંચશે. જ્યાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રેલીને ફ્લેગઓફ કરાશે. કન્યાકુમારીથી શરૂ થયેલી મેગા સાયક્લોથોનની ૩૨ દિવસની લાંબી મુસાફરીમાં સાઇકલ સવાર દિવસની એવરેજ ૯૭ કિલોમીટર સાઇકલ ચલાવે છે. રેલી પૂર્ણ થતાં સાઇકલ સવાર કુલ ૩૨૩૨ કિલોમીટર સાઇકલ ચલાવી માર્ગમાં આવતા જનસમૂહમાં જાગ્રતતા સાથે દેશના વિકાસ અને વૃદ્ધિનો સંદેશો આપશે.
વિકાસ અને પરિવર્તનનો આ સંદેશ વિશ્વની સૌથી મોટી ગણવેશધારી યુવા સંસ્થા NCC દ્વારા યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં મહિલા શક્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.