‘ઓખી’ વાવાઝોડું નબળું પડી ગયું, દરિયામાં સમાઈ જતાં ગુજરાતવાસીઓને રાહત

અમદાવાદ – વાવાઝોડું ઓખી ગઈ કાલે રાતે જ ચક્રવાતમાંથી હવાના નીચા દબાણમાં ફેરવાઈ જતાં દક્ષિણ ગુજરાતના સમુદ્રકાંઠા પર એના ત્રાટકવાનો ખતરો ટળી ગયો છે.

આ વાવાઝોડું અગાઉની આગાહી મુજબ મંગળવારે મધરાતે ગુજરાત (સમુદ્ર)ના સમુદ્રકાંઠે ત્રાટકે એવી સંભાવના હતી, પણ વાવાઝોડું ગઈ કાલે મોડી રાતે લગભગ સાડા નવ વાગ્યે નબળું પડીને દરિયામાં જ સમાઈ જતાં ગુજરાત પરથી મોટો ખતરો ટળી ગયો હતો અને ગુજરાતવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

મુંબઈમાં પણ મંગળવારે મધરાત સુધી ચાલુ રહેલો વરસાદ આજે સવારે બંધ છે.

હવાનું નીચું દબાણ સુરતના સમુદ્રકાંઠાના આશરે 240 કિ.મી. દૂર દક્ષિણ-નૈઋત્ય તરફ સ્થિર થયું હતું.

ગુજરાત સરકારે ઓખીની સંભવિત આફતને ધ્યાનમાં રાખીને તંત્રને સતર્ક રાખ્યું હતું અને સાવચેતીના તમામ પગલાં લીધા હતા.