ધંધૂકામાં વડાપ્રધાન મોદીઃ ધોલેરામાં વહાણવટાનું મ્યુઝિયમ બનશે

ધંધૂકા- ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીને લઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે આવ્યા છે. ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં વડાપ્રધાન મોદીએ આજે બુધવારની પ્રથમ રેલીને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું કે પહેલા હું વર્ષમાં એકવાર ધંધૂકામાં ઓળાનો કાર્યક્રમ કરતો હતો. વડાપ્રધાને જણાવ્યું કે વાવાઝોડુ આવે છે તેવી વાતો હતી… પરંતુ આતો ગાંધીની ધરતી છે અહીંયા આવે એટલે બધો ઉકાળો શાંત થઈ જાય. આવે છે આવે છે… કશુંય આવવાનું નથી… એમ કહી ને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ જાહેરાત કરતાં કહ્યું હતું કે ખેડૂત લોન લેશે તો તેનું વ્યાજ સરકાર ભરશે, તેમજ ધોલેરામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે, તેમજ ધોલેરામાં જ વહાણવટાનું મ્યુઝિયમ બનાવવાનું મારુ સ્વપ્ન છે. વધુમાં મોદીએ અયોધ્યા વિવાદ મુદ્દે કપિલ સિબ્બલ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.પીએમ નરેન્દ્ર મોદીનું જાહેરસભામાં સંબોધન

– બધા ભલે કહેતા કે આવે છે આવે છે પરંતુ ગુજરાતમાં આવે એટલે બધુ શાંત થઈ જાય

 • સારૂ પુસ્તક વાંચવા માટે ધંધુકાથી અમદાવાદ લોકલ ટ્રેનમાં બેસતો
 • સંસદ પરીસરમાં બાબા સાહેબને શ્રદ્ધાંજલી આપી ગુજરાત આવ્યો છું
 • આપણને એમ થાય કે કોંગ્રેસે માત્ર સરદાર પટેલ સાહેબને અન્યાય કર્યો પરંતુ એવું નથી દેશમાં જ્યાં કોઈ શક્તિશાળી માણસ દેખાયો કોંગ્રેસે તેને પાડી દીધો છે
 • એક પરીવારનું ભલુ કરવા સતત ષડયંત્ર ચાલતા રહ્યા અને તેમા માત્ર સરદાર સાહેબનો જ ભોગ લેવાયું એવુ નહી પરંતુ ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો પણ ભોગ લેવાયો.
 • ભારતની પોતાની રીઝર્વ બેંકનો વિચાર પણ બાબા સાહેબ આંબેડકરે આપ્યો હતો
 • કોંગ્રેસ પાર્ટીએ બાબા સાહેબ આંબેડકરને ભારત રત્ન પણ નહોતો આપ્યો
 • પહેલા લોકો એવું કહેતા કે ‘દિકરીને બંધુકે દેજો પણ ધંધુકે ના દેતા’ કારણ કે ધંધુકામાં પહેલા પાણી માટે વલખા મારવા પડતા હતા, હું આ પીડાને જાણતો હતો અને મુખ્યપ્રધાન બન્યો ત્યારે મે ધંધુકાની પાણી સમસ્યા દૂર કરવાનું કામ કર્યું
 • અહીંયા અમે લોકોએ ચેકડેમ બનાવ્યા
 • અમારી સતત કોશીષ છે કે જુની સમસ્યાઓનું સમાધાન કરવું, વર્ષો જૂની માંદગી કે બીમારી હોય સમાજમાં કે વ્યવસ્થામાં તે બધુ જ ધીમે ધીમે સરખુ કરીને નિર્માણ કરવું
 • ગુજરાતમાં પાણી આપવા માટે અમે લોકોએ સંકલ્પ કર્યો
 • વિકાસના પાયામાં જે મૂળભૂત સમસ્યાઓ હોય તેના સમાધાનને અમે લોકો વરેલા છીએ
 • અમે પ્રજાની આંખમાં ધુળ નાંખવાનો રસ્તો નથી અપનાવ્યો
 • આજે 100માંથી 80 ઘર એવા છે જ્યાં નળથી પાણી પહોંચાડવામાં અમે સફળ થયા
 • પહેલા ટેન્કરોથી અને કુવામાંથી પાણી ભરવામાં લોકોને ખુબ તકલીફ પડતી
 • અમે લોકોએ ટેન્કર નામે ભ્રષ્ટાચાર ચાલતો તેને કાઢી નાંખ્યો, અને ટેન્કર પણ પાછા કોંગ્રેસના નેતાના સગા વ્હાલાના હોય
 • પાણી વેચીને કરોડપતિ થયેલા લોકો તમારી આંખ સામે છે
 • આ બધુ બંધ થયું એટલે મોદી તેમની આંખમાં કણાની જેમ ખૂંચે છે
 • આ લોકોને વિકાસમાં રસ નથી
 • ઘરે ચાર બંગડીવાળી ગાડી હોય પણ સુખ શાંતી ન હોય તો તમે શું કરશો
 • અમે લોકોએ લોકોને સલામતી આપવાનું ખુબ મોટુ કાર્ય કર્યું છે
 • કરફ્યુ ગયો, દિકરીને બંધુકે દેવાની વાતો ગઈ અને શાંતી તેમજ સલામતીની સ્થાપના થઈ
 • હું મુખ્યપ્રધાન બન્યો ત્યારે લોકો આવતા અને કહેતા કે વિજળી લંગડી છે પરંતુ આજે લંગડી વિજળી શબ્દ ગયો છે
 • આ બધુ અમે મંદિરે મંદિરે આંટો મારીને પુરૂ નથી કર્યું, અમે લોકોએ એના માટે કાળી મજૂરી કરી છે
 • ગુજરાતની પાઈ પાઈ બચાવીને તે પૈસા અમે લોકોએ ગુજરાતના વિકાસ માટે લગાવ્યા
 • જે કામ 60 વર્ષમાં થયું હતું તેના કરતા 10 ગણુ વધારે કામ અમે 10 વર્ષમાં કર્યું
 • અમે લોકોએ ખેડુતો માટે 12 લાખ કરતા વધારે ટ્રાન્સફોર્મર લગાવ્યા
 • ગુજરાતમાં વાળુ કરતી વખતે વિજળી નહોતી મળતી અને આજે 24 કલાક ઘરમાં વિજળી આવે છે અને તેના કારણે ગુજરાતના ગામડામાં કોમ્પ્યુટરનું શિક્ષણ શક્ય બન્યું છે, આજે ડોક્ટરો અને શિક્ષકો રાત્રે ગામડામાં રોકાવા તૈયાર થયા છે
 • આનંદીબહેન પટેલ, વિજયભાઈ રૂપાણી અને તમામ નેતાઓને અભિનંદન આપવા છે.
 • ભાજપે એક મહત્વનો નિર્ણય કર્યો જે ભવિષ્યમાં ખૂબ ફાયદો પહોંચાડશે
 • ખેડુતો જે લોન લે છે તેના વ્યાજ પેટે એકપણ રૂપિયો નહી લેવામાં તે બધુ સરકાર ભરશે, જેનો ફાયદો પેઢી દર પેઢી મળશે
 • મોટાપાયે ભારત સરકાર નાના મોટા સોલાર પંપનુ નિર્માણ કરી રહી છે, આવનારા દિવસોમાં ખેતરે ખેતરે લગાવવાની યોજના છે.
 • ખેડુતોનો વિજળીનો મોટો ખર્ચો ઝીરો થઈ જશે
 • ખેડુતને વકરો એટલો નફો પહોંચાડવાનું લક્ષ્ય છે
 • મારો ખેડુત જે પકવે છે એની મુલ્યવૃદ્ધિ થાય તેના માટે પ્રધાનમંત્રી કૃષી સિંચાઈ યોજના છે.
 • ખેડુતની જિંદગી બદલવા માટે મેં કામ ઉપાડ્યું છે.
 • કોંગ્રેસના જમાનામાં દિકરીઓ માટે શિક્ષણની વ્યવસ્થા નહોતી
 • મહાત્મા ગાંધી કહેતા કે એક દિકરી ભણે એટલે બે કુટુંબ શિક્ષિત થાય
 • હું ગામડે ગામડે ભણી લોકો પાસે ભીક્ષા માંગતો કે તમારી દિકરી ભણે તેનું મને વચન આપો
 • આજે હિંદુસ્તાનમાં દિકરીઓનો દિવસ આવ્યો છે તે કામ અમે કરી બતાવ્યું
 • સુકન્યા સમૃદ્ધી યોજનામાં દિકરીઓના નામે 18 હજાર કરોડ રૂપિયા પડ્યા છે.
 • અમે લોકોએ સગર્ભા માતાઓ અને બાળકો માટે ટીકાકરણની યોજના અમે બનાવી
 • કોંગ્રેસની સરકારમાં 30 કરોડ લોકોનું બેંકમાં ખાતુ નહોતું
 • અમારી સરકાર આવ્યા બાદ અમે 30 કરોડ લોકોના ખાતા બેંકમાં ખોલ્યા
 • આ દેશના ગરીબોએ આશરે 70 હજાર કરોડ રૂપિયાની બચત કરીને પોતાના ખાતામાં જમા કરાવ્યા
 • અમે વિકાસને વરેલા લોકો છીએ
 • ધોલેરાનો વિકાસ થવો જોઈતો હતો, હું મુખ્યપ્રધાન હતો ત્યારે ભારત સરકારને કહેતો હતો કે અહીંયા વિકાસ થવો જોઈએ
 • અમે લોકો ધોલેરાના વિકાસ માટે અહીંયા મ્યુઝીયમ બનાવવાનું નક્કી કર્યું છે કે જે અહીંયાની પહેલા જે જાહોજલાલી હતી તે દર્શાવાશે.
 • જે જાહોજલાલી સુરત, વડોદરા અને અમદાવાદમાં દેખાય તેવી જાહોજલાલી આવનારા દસ વર્ષમાં ધોલેરામાં દેખાશે
 • આ કામ કરવાનું અમે નક્કી કર્યું છે
 • તમે ભાજપને ભવ્ય વિજય અપાવો અને ગુજરાતને વિકાસની નવી ઉંચાઈ પર લઈ જવા માટે ટેકો કરો
 • હું જોઈ રહ્યો છું કે ભાજપ જ્વલંત વિજય સાથે આગળ વધી રહી છે
 • રાજકીય કાવાદાવા કરનારા લોકો કોઈપણ નિર્ણય કરવો હોય તો ચૂંટણીઓ ધ્યાનમાં રાખે
 • પહેલા છાપામાં સમાચાર આવતા કે મોદી ત્રીપલ તલાક મુદ્દે કંઈ નહી બોલે કારણે યુપીમાં ચૂંટણી છે અને મુસ્લીમ વોટરો ત્યાં વધારે અને પાર્ટીને નુકસાન થાય
 • ત્યારે મે કહ્યું કે ચૂંટણીઓના કારણે આ કામ ન અટકાવાય, રાજીવ ગાંધીના જમાનાથી આ મામલો અટકેલો હતો
 • ચૂંટણીના કાવાદાવાની પરવા કર્યા વીના અમે સુપ્રિમમાં એફીડેવીટ કરી નિર્ણય આવી ગયો, અને હવે સરકાર સંસદના આ સત્રમાં કાયદો બનાવશે.
 • સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મુદ્દે પણ પીએમ મોદીએ કોંગ્રેસની આકરી ટિકા કરી હતી.
 • કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું કે અયોધ્યા કેસની સુનાવણી 2019 લોકસભાની ચૂંટણી પછી થાય
 • કેમ ભાઈ… વકફ બોર્ડ ચૂંટણી લડવાની છે.
 • કોંગ્રેસ અયોધ્યા મુદ્દે પોતાનો પક્ષ રજૂ કરે.
 • ભારત માતા કી જયના નારા સાથે સભા પુરી થઈ