શહેરમાં લાગી યોગા ડે પૂર્વે કાઉન્ટડાઉન ક્લોક

અમદાવાદઃ શહેરના કલેકટર કચેરી, આરટીઓ નજીક આવેલા સુભાષચંદ્ર બોઝના સ્ટેચ્યુવાળા સર્કલ પર ‘ ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા’ IDY લખેલી એક કાઉન્ટડાઉન ક્લોક મૂકવામાં આવી છે. 21 જૂને યોજાનાર ‘આંતરરાષ્ટ્રીય યોગા ડે’ પૂર્વે ગુજરાત રાજ્ય યોગા બોર્ડ દ્વારા આ ક્લોક મૂકવામાં આવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ નેશન્સમાં 2014માં સંબોધન બાદ 21 જૂન સૌથી લાંબા દિવસે યોગા ડેનું સૂચન કર્યુ હતું. એ પછીના વર્ષથી ‘યોગા ડેની  હાર્મની અને પીસ’ના થીમ સાથે શરૂઆત થઈ હતી. મનની શાંતિ, શરીરને વ્યાયામ અને આધ્યાત્મિક જોડાણને કારણે દુનિયાના ઘણા દેશના લોકોએ યોગા પ્રાણાયામને સ્વીકાર્યા છે. 21 જૂનના દિવસે યોગા ડેની ઉજવણી થાય એ પૂર્વે જાગૃતિ માટે યુવક સેવા, સાંસ્કૃતિક વિભાગ દ્વારા હોર્ડિંગ્સ અને અન્ય માધ્યમોથી પ્રચારપ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)