વડોદરામાં રેલવેના 190 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

વડોદરાઃ શહેરમાં કોરોના વાઈરસ રોગચાળો ફેલાવાની સ્થિતિ ચિંતાજનક બની છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય ખાતું કોરોનાની સ્થિતિ કાબૂમાં હોવાના દાવા કરે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ જ છે. રાજ્ય સરકારે વડોદરામાં નાઇટ કરફ્યુ  લાદવાનો નિર્ણય લીધો છે. બિનસત્તાવાર રીતે અત્યાર સુધીમાં વડોદરામાં 1000થી પણ વધુ નાગરિકોને કોરોના ભરખી ગયો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.

વડોદરા રેલવે કર્મચારીઓમાં કોરોના વાઇરસનો વિસ્ફોટ થયો છે. વડોદારામાં 350 આર્ટિફિશિયલ ટેસ્ટમાંથી 50 અને 400 રેપિડ ટેસ્ટમાંથી 150 દર્દી પોઝિટિવ આવ્યા છે. વડોદરાના રેલવે હોસ્પિટલમાં 190 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હાહાકાર મચી ગયો છે. રેલવે કોલોનીમાં 750 ટેસ્ટ કરવામાં આવ્યા છે.રેલવે કર્મચારીઓમાં કોરોના બ્લાસ્ટ થયા લોકો ભયભીત થઈ ગયા છે.

દિવાળીની ખરીદીના સમયગાળા દરમિયાન બજારો, મોલ અને દુકાનોમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ઠેકઠેકાણે ભંગ થયો હતો. તેમ જ ઘણા બધા લોકો માસ્ક વિના જ નીકળી પડ્યા હતા.