અમદાવાદ– નોટબંધીનો મામલો સત્તાપક્ષ-વિપક્ષ બંને માટે ચર્ચાનું તાપણું બની ગયો છે. ત્યારે વધુ એકવાર આ મુદ્દો ગુજરાતના રાજકીય માહોલમાં ગરમી પેદા કરી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સૂરજેવાલા સામે તેમણે આપેલાં એક નિવેદનને લઇને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં માનહાનિનો કેસ કરવામાં આવ્યો છે.ગુજરાતની જાણીતી કોઓપરેટિવ બેંક એડીસીના ચેરમેન અજય પટેલે રણદીપ સૂરજેવાલા સામે કેસ કર્યો છે. નોટબંધી દરમિયાન સૂરજેવાલાએ આક્ષેપ કર્યો હતો તે એડીસી બેંકમાં 5 દિવસમાં 745 કરોડની નોટો બદલવામાં આવી હતી. આ નિવેદનથી બેંકની પ્રતિષ્ઠા ખરડાઈ હોવાનું જણાવતો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.