અનલોક-ગુજરાતઃ 7-જૂનથી 100%-ક્ષમતા સાથે બધી-ઓફિસો ખોલવાની છૂટ

અમદાવાદઃ ગુજરાત સરકારે આજે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાન કાર્યાલય તરફથી જાહેરાત કરવામાં આવી છે કે આવતા સોમવાર, 7 જૂનથી રાજ્યમાં સરકારી તેમજ ખાનગી, એમ તમામ ઓફિસો 100 ટકા સ્ટાફ સાથે ફરી ખોલી શકાશે અને પૂર્ણ ક્ષમતા સાથે કામગીરીઓ શરૂ કરી શકાશે.

ગુજરાતમાં આજથી લોકડાઉનમાં થોડીક ઢીલ આપવામાં આવી છે. રાજ્યના તમામ 36 જિલ્લાઓમાં આજથી દુકાનો સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. રેસ્ટોરન્ટ અને હોમ ડિલિવરી પ્રવૃત્તિઓ રાતે 10 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે તમામ જિલ્લાઓમાં 4-11 જૂન સુધી રાતના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લાગુ રહેશે.