ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ શહેરી વિસ્તારના ઝડપી વિકાસને વધુ આયોજિત અને વેગવંતો બનાવવાના ધ્યેય સાથે અમદાવાદની ૮ ડ્રાફટ ટી.પી. સાથે કુલ ૧૧ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. આ ડ્રાફટ સ્કીમની મંજૂરી મળવાથી સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓના ઝડપી અમલીકરણ સાથોસાથ આંતરમાળખાકીય સુવિધામાં વૃદ્ધિ થશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે મુખ્યપ્રધાન શહેરી વિકાસ વિભાગનો પણ હવાલો સંભાળે છે. તેમણે છેલ્લા ૯ મહિનામાં અમદાવાદ શહેરમાં જ ર૮થી વધુ ડ્રાફટ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપતાં અંદાજે ૩ હજારથી પણ વધુ હેકટર્સ વિસ્તારમાં આયોજનને આખરી ઓપ મળ્યો છે. મુખ્યપ્રધાને મંજૂર કરેલી આઠ ડ્રાફટ ટી.પી.ને કારણે ૧૦૦૦ હેકટર્સ ઉપરાંતની જમીનનો સુઆયોજિત વિકાસ થઇ શકશે. અંદાજિત રૂ. ૧૪પ૦ કરોડના કામો પણ આ ૮ ટી.પી. સ્કીમમાં કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં ૯ માસમાં ર૮થી વધુ ડ્રાફટ ટી.પી સ્કીમ મંજૂર
આ ટી.પી. સ્કીમમાં મોટાભાગે ૧૮ મીટર કે તેથી વધુ પહોળાઇના માર્ગોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્રતયા ૬૦ કિ.મી.ના રસ્તાઓનો લાભ શહેરને મળવાનો છે. એટલું જ નહિ, ૧૮૦ હેકટર્સ જેટલી જમીન રસ્તાઓ માટે, ૧૯પ હેકટર્સ જમીન અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને બાગ-બગીચા, ખુલ્લી જમીન, સોશિDલ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ તેમજ આર્થિક-સામાજીક વર્ગના લોકોના રહેણાંક અને વાણિજ્ય –રહેણાંકના વેચાણ હેતુથી સંપ્રાપ્ત થવાની છે.
૩ હજારથી વધુ હેકટરમાં આયોજનને આખરી ઓપ
જે ૧૧ સ્કીમને મંજૂરી આપી છે તેમાં AUDAની ડ્રાફટ ટી.પી. સ્કીમ (૧) ૧૦/બી (કાણેટી) (ર) ૪૧૯ (અસલાલી) (૩) ૪૧પ (કઠવાડા) (૪) પ૧૭ (કણભા-કુંજાડ) (પ) ૯૧ (સનાથલ-તેલાવ) (૬) ૮ (ધાનજ-પલસાણા-સઇજ) (૭) ૧૦ (બોરીસણા-કલોલ-ઓલા-પ્રતાપપુરા) (૮) ૪૦૧/અ (બાકરોલ-બાદરાબાદ-કમોડ) અને (૯) પ્રીલીમીનરી ટી.પી. સ્કીમ નં. ૮૪/બી (મકરબા) સહિત (૧૦) રાજકોટની ફાયનલ ટી.પી. સ્કીમ નં. ૧૭ (મુંજકા) તેમજ (૧૧) GUDAની ટી.પી. સ્કીમ નં. ૮ (સરગાસણ)નો સમાવેશ થાય છે.
ઝડપી અમલ માટે સત્તામંડળોને સૂચનાઓ
જે ઝડપથી ડ્રાફટ સ્કીમને મંજૂરી આપવામાં આવે છે તે જ રીતે ઝડપી કાર્યવાહીથી આ ડ્રાફટ ટી.પી.માં રસ્તા તેમજ આંતરમાળખાકીય સુવિધાનું અમલીકરણ થવા માંડે તે અંગે પણ સત્તામંડળોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી ઠે અને આ બધી ડ્રાફટ સ્કીમ ત્વરાએ ફાયનલ કરવા ટાઉન પ્લાનીંગ ઓફિસર્સને તાકીદ પણ કરી છે.