અમદાવાદઃ ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર માટે એક અનોખી અવકાશી ઘટના – કંકણાકૃતિ સૂર્યગ્રહણ 21 જૂન, રવિવારે ભારતના ઘણા ભાગોમાં જોવા મળ્યું. અમદાવાદ શહેર સહિત ગુજરાતના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ હોવાને કારણે વિજ્ઞાનની દ્રષ્ટિએ સૂર્યગ્રહણ જેવી અનોખી ઘટનાને જોવા ઇચ્છતા લોકોને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો.આજનું સૂર્યગ્રહણ ભારે હતું. નિષ્ણાતોની ચેતવણીને લીધે સૂર્યગ્રહણના સમયગાળા દરમિયાન લોકોએ એમના ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. કેટલાક શોખીનો સ્પેશિયલ સનગ્લાસીસ અને પ્રોટેક્ટિવ ફિલ્ટર્સ સાથે મકાનની અગાસી પર પહોંચ્યા હતા, પણ આકાશમાં વાદળોના અવરોધને કારણે એમને ગ્રહણ જોવા મળ્યુ નહોતું. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)