સુરતમાં છોડા દિવસો પહેલા પાલી ગામ વિસ્તારમાં એક જર્જરીત ઈમારત ધરાશાયી થવાની ઘટના ઘટી હતી. જે બાદ સુરત વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું, અને શહેરના જર્જરિત આવસો ખાલી કરાવવાના પ્રાયાસો શરૂ કરી દીધા હતા. ત્યારે તંત્ર દ્વારા સચિન વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 2666 જેટલાં આવાસ જર્જરિત સ્થિતિમાં છે.
સુરતના સચિન વિસ્તારના 2666 આવાસ જર્જરિત હોવાની ખાલી કરાવવાની પ્રિક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ જગ્યા પર લગભગ 10 હજાર જેટલા ગરીબ અને મધ્યમવર્ગના લોકો 30 વર્ષથી રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા આ આવાસ ખાલી કરવા માટે 7 થી 8 વર્ષ પહેલા જ નોટિસ આપવામાં આવી હતી પરંતું નોટિસને ગણકારવામાં આવી ન હતી. જે બાદ આજે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે મામલો બિચકતાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
સચિન વિસ્તારના ગુજરાત હાઉસિંગ બોર્ડના 2,66 જેટલાં જર્જરિત આવસો ખાલી કરાવતા, લગભગ 10 હજાર જેટલા લોકો ઘર વિહાર બનવા જેવી સ્થિતી ઉત્પન થઈ હતી. જિલ્લા કલેક્ટર, કોર્પોરેશન અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા આવાસમાં રહેતા લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી. આજે સવારે તમામ આવાસોનાં વીજજોડાણ અને નળ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી તેમજ ઘર ખાલી કરી દેવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. એને લઈને પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ગરમાગરમી જોવા મળી હતી. પોલીસે લોકોને ધક્કા મારીને ખદેડ્યા હતા. પોલીસના ધાડેધાડાં ઉતારી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ પોલીસ દ્વારા કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. આવાસોના વીજ કનેક્શન અને નળ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે, આ કામગીરી બે દિવસ સુધી ચાલશે, તેમજ આવાસો ખાલી કરવા લોકોને તંત્ર દ્વારા બે દિવસનો સમય આપ્યો છે.