અમદાવાદઃ ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસની સમગ્ર વિશ્વ ઉજવણી કરી રહ્યું છે. ખ્રિસ્તી ધર્મના આ તહેવારને વિશ્વના અનેક દેશો ઉજવી રહ્યા છે. 25 ડિસેમ્બર નાતાલ પર્વ નિમિત્તે ચર્ચોને શણગારવામાં આવ્યા છે.
ઘણાં શહેરોમાં ઈસુ ખ્રિસ્તના જીવનની ઝાંખી કરાવતી વેશભૂષા સાથેની રેલીઓ કાઢી ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે આવેલા સી.એન.આઈ ચર્ચ, મણીનગરના મેથોડિસ્ટ ચર્ચ, રાયખડના ચર્ચ સાથે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મોટા ભાગના ચર્ચોમાં નાતાલ તહેવારની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.
ચર્ચની અંદરના અને બહારના ભાગનો ભવ્ય રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
