અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી શરૂ થઈ ગઈ છે. સમાજમાં કંઈક અલગ જ કાર્ય કરતી ઉત્કૃષ્ટ નારીના સન્માન સમારોહ, એવોર્ડ એનાયત કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જોકે અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી ટિવોલી ક્લસ્ટરની બહેનોએ કંઈક જુદી રીતે જ મહિલા દિવસની ઉજવણી કરી. જેમાં બાર મહિના અને 365 દિવસ જે મહિલાઓ આટલા મોટા નગર જેવા કેમ્પસને સ્વચ્છ અને સુંદર રાખવાનો પ્રયાસ કરે છે- એમનું સન્માન કરવામાં આવ્યું હતું. હાઉસ કીપિંગ સ્ટાફની મહિલાઓને સાથે રાખી આખાય ક્લસ્ટરની બહેનોએ ડાન્સ અને ફન ગેમ્સની મજા માણી હતી.
આ કાર્યક્રમના આયોજનમાં સામેલ પિંકી સિંહ ચિત્રલેખા.કોમને કહે છે, ક્લસ્ટરની મહિલા પાંખે પોતાના જ કેમ્પસની બાળાઓ, યુવતીઓ અને ગૃહિણીઓની સાથે દરેક વર્ગની બહેનો માટે તો ‘ વુમન્સ ડે’ માં જુદી-જુદી એક્ટિવિટી દ્વારા મનોરંજન મેળવ્યું.
આ સાથે ત્યાં કામ કરતી મહિલાઓએ કાર્યક્રમની સહભાગી બનાવી સન્માન કર્યું હતું.
(પ્રજ્ઞેશ વ્યાસ)