અમદાવાદઃ વરસાદની ઋતુની શરૂઆત થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્યમાં ઠેર-ઠેર વૃક્ષારોપણ શરૂ થઈ ગયું છે. સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ કાર્યક્રમોનું આયોજન કરી ખુલ્લી જગ્યાઓ અને માર્ગો વચ્ચે ડિવાઇડરમાં છોડ રોપવામાં આવે છે.
બીજી તરફ, એ જ તાજા રોપેલાં છોડ જાળવણી અને માવજત વગર સુકાઈ જાય છે, ઊખડી જાય છે, કોહવાઈ જાય છે અથવા તો ક્યાંક રખડતાં ઢોર દ્વારા બરબાદ કરી દેવામાં આવે છે.
તાજેતરમાં જ શહેરમાં પડેલા સારા વરસાદમાં મહાનગરપાલિકાએ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણની કામગીરી કરી હતી, પણ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ડિવાઇડર વચ્ચે પર્યાવરણ અને બ્યુટિફિકેશન માટે રોપેલાં છોડને રખડતાં ઢોર દ્વારા નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. અમૂલ્ય માનવ કલાકો, મહેનત, મજૂરી અને કરોડો રૂપિયાના આંધણ પછી શહેરની સુંદરતા અને સ્માર્ટ સિટી ગંદકીમાં ફેરવાઈ રહી છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)