ઊંઝા વિધાનસભા સહિત જામનગર, ખેડા, વડોદરા, બારડોલી LS બેઠક પર ફોર્મ ભરાયાં

ગાંધીનગર– ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની લોકસભાની તમામ ૨૬ બેઠકોની સામાન્ય ચૂંટણીઓ માટેનું તથા ૨૧-ઊંઝા, ૬૪-ધ્રાંગધ્રા, ૭૭-જામનગર ગ્રામ્ય, ૮૫-માણાવદર  તથા ૯૧-તલાલા વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીઓ માટેનું જાહેરનામું તા.૨૮/૦૩/૨૦૧૯ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા ચૂંટણી અધિકારીશ્રીઓ પાસે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. ત્યારે ત્રીજા દિવસે શનિવારે 7 ફોર્મ લોકસભા માટે અને 1 ફોર્મ ઊંઝા વિધાનસભા બેઠક માટે ભરાયું હતું.

આજેતા.૩૦/૦૩/૨૦૧૯ના રોજનીચે દર્શાવેલ કુલ: ૭ (સાત) ઉમેદવારો તરફ્થી ઉમેદવારી પત્રો ભરાયા છે :-

ક્રમ ઉમેદવારનું નામ પક્ષ લોકસભા મતવિભાગ
૧. શાહ અમિતભાઈ અનિલચંદ્ર ભારતીય જનતા પાર્ટી ૦૬-ગાંધીનગર
૨. કાછડીયા કેશવલાલ રામજીભાઈ અપક્ષ ૦૬-ગાંધીનગર
૩. પત્રકાર રાજ્યગુરુ રામકૃષ્ણ નરભેશંકર અપક્ષ ૧૨-જામનગર
૪. પઠાણ આયશાબાનુ નાજીરખાન અંબેડકર નેશનલ કોંગ્રેસ ૧૭-ખેડા
૫. તપનભાઈ શાંતિમય દાસગુપ્તા સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કમ્યુનિસ્ટ) ૨૦-વડોદરા
૬. વસાવા ઉત્તમભાઈ સોમાભાઈ ભારતીય ટ્રાયબલ પાર્ટી ૨૩-બારડોલી (અ.જ.જા.)
૭. વસાવા સુભાષભાઈ કાનજીભાઈ ભારતીય ટ્રાયબલ પાર્ટી ૨૩-બારડોલી (અ.જ.જા.)

 

આમ અગાઉના કુલ: ૭ ઉમેદવારો સહિત હવે કુલ: ૧૪  ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે.

જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી માટે નીચે દર્શાવ્યા પ્રમાણે કુલ: એક ઉમેદવાર તરફ્થી ઉમેદવારી પત્ર ભરાયાં છે.

ક્રમ ઉમેદવારનું નામ પક્ષ વિધાનસભા મતવિભાગ
૧. પટેલ હરેશકુમાર નરોત્તમભાઈ અપક્ષ ૨૧-ઊંઝા

 

તા.૩૧/૦૩/૨૦૧૯ને રવિવારના રોજ જાહેર રજા હોવાથી ઉમેદવારીપત્રો ભરી શકાશે નહીં.

તા.૦૪/૦૪/૨૦૧૯ના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]