કરો વાત! ભેંસ વીજળી બીલનું રીડિંગ નથી લેવા દેતી!!

અમદાવાદઃ ગુજરાતના વિજળી વિભાગ દ્વારા એક કસ્ટમરને મોકલવામાં આવેલી નોટિસ અત્યારે ખૂબ ચર્ચામાં હોવાનું જાણવા મળ્યું છે. હકીકતમાં વિજળી વિભાગે એક ગ્રાહકને નોટિસ મોકલીને કહ્યું છે કે તેની ભેંસ મીટર રીડિંગ નથી લેવા દેતી. જ્યારે વિજળી વિભાગની ટીમ તેમના  ઘરે રીડિંગ લેવા માટે પહોંચી તો ભેંસે તેમના પર હુમલો કરી દીધો. વિભાગે ગ્રાહકને નોટિસ આપીને વિજળીનું મીટર કોઈ અન્ય જગ્યાએ શિફ્ટ કરવા માટે કહ્યું છે. તો બીજીતરફ ઉપયોગકર્તાનું કહેવું છે કે મારા ઘરે બે મહિનાથી વિજળીની સપ્લાય યોગ્ય નથી થઈ રહ્યો.

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારી થોડા દિવસથી પંચમહાલ જિલ્લાના સીમલીયા ગામે આવેલા સરિતા બારૈયાના ઘરે વીજ મીટરનું રીડિંગ લેવા માટે ગયા હતા. ત્યારબાદ વીજ કંપનીએ સરિતાને નોટિસ પાઠવીને જણાવ્યું હતું કે, તેમની ભેંસ મીટર રીડિંગ લેવા દેતી નથી. જયારે ટીમ મીટર રીડિંગ માટે પહોંચી હતી તો તેમની પર ભેંસે હુમલો કરી દીધો હતો. ગોધરા સર્કલ એન્જીનીયર રાકેશ ચંદલે જણાવ્યું હતું, સરિતાને નોટિસ મોકલીને વીજળીનું મીટર બીજી જગ્યાએ લગાવવા માટે કહેવામાં આવ્યું છે. સરિતા વિભાગને અરજી કરીને મીટરને તે ઝાડ પાસેથી હટાવડાવી શકે છે.

સરિતાનું કહેવું છે કે તેમની ભેંસે ક્યારેય કોઈની પર હુમલો કર્યો ન હતો. તેમનું એ પણ કહેવું છે કે બે માસથી તેમના ઘરે વીજળીનો સપ્લાય યોગ્ય રીતે થઇ શકતો નથી. તેમને પોતાના મકાનનું રીનોવેશન કરાવ્યું છે પરંતુ મીટર તે તેની જગ્યા પર જ છે અને તેનું સ્થાન બદલવામાં આવ્યું નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]