વિસ્મય શાહનું વધુ એક કારનામું, મહેફિલમાં ઝડપાયો

અમદાવાદઃ 31 ડિસેમ્બર નજીક આવતા જ પોલીસે શહેરમાં ગેરકાયદેસર રીતે યોજાતી દારુની મહેફીલો પર રોક લગાવવા માટે કમર કસી છે. ત્યારે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં થયેલા હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય શાહ એક દારુની મહેફિલ માણતો ઝડપાયો છે.

ગાંધીનગર એલસીબી અને અડાલજ પોલીસે મંગળવારે રાત્રે ચાંદખેડાની બાલાજી કુટિરમાં દરોડા કર્યા હતા. અહીં એક દારૂની મહેફિલ ચાલી રહી હતી. દરોડા દરમિયાન પોલીસે બે મહિલાઓ સહિત છ લોકોની ધરપકડ કરી હતી. દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસ એ સમયે ચોંકી ઉઠી જ્યારે તેમને માલુમ પડ્યું કે આ મહેફિલ માણી રહેલા નબીરાઓમાં એક વિસ્યમ શાહ છે.

તો વિસ્મય શાહ સાથે તેની પત્ની સહિત 6 લોકોને હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલમાં ઝડપી પાડવામાં આવ્યા છે. પાર્ટીમાં એક રશિયન યુવતી પણ સામેલ હતી અને તેની પાસે પરમિટ હોવાનું સામે આવ્યું છે. વિસ્મય શાહ પોતાના મિત્રો સાથે મહેફિલ સાથે ઝડપાયો છે.

અમદાવાદીઓ આ વિસ્મય શાહને કદાચ ક્યારેય નહીં ભૂલે. વિસ્મયે બેફામ ઝડપે કાર હંકારીને બે લોકોનાં જીવ લીધા હતા. આ અકસ્માત ફેબ્રુઆરી 2013માં બન્યો હતો.

વિસ્મય શાહની સાથે તેની પત્ની પૂજા શાહ તેનો ભાઈ ચિન્મય શાહ, વીએસ હોસ્પિટલમાં ડોકટર તરીકે ફરજ બજાવતા નીમા શાહ, હર્ષ મજુમદાર અને જાણીતા બિલ્ડરનો દીકરો મંથન ગણાત્રા પણ આ મહેફિલમાં સામેલ હતો.

અડાલજ આરોગ્ય કેન્દ્રમાંથી વિસ્મય સહિત 5 લોકોના બ્લડ સેમ્પલ લેવાયા છે. આ બ્લડ સેમ્પલ FSLમાં મોકલાયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વિસ્મય શાહના ગઇ 13મી ડિસેમ્બરના રોજ લગ્ન થયા હતા અને લગ્ન બાદની આ દારૂ પાર્ટીનું ખાસ આયોજન ફાર્મ હાઉસ પર કરાયું હતું. દારૂની મહેફિલ સાથે હુક્કાની પણ મહેફિલ માણી રહ્યા હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]