ભાજપ-કોંગ્રેસને જાકારો આપવા ગઠબંધન જરૂરી: છોટુ વસાવા

અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં અસદ્દુદ્દીન ઔવેસીનો પ્રવેશ થયો છે. રાજ્યમાં ચૂંટણી લડવા માટે અસુદ્દીન ઓવૈસીની પાર્ટીએ વસાવાબંધુઓ સાથે હાથ મિલાવ્યા છે. AIMIMના સંસદસભ્ય ગઈ કાલે ગુજરાત આવી ચૂક્યા છે અને આજે BTPના છોટુ વસાવા સાથે ઇમ્તિયાઝ જલિલની બેઠક યોજાશે. બંને પાર્ટી આગામી ચૂંટણી અંગે હવે વ્યૂહરચના ઘડશે. રાજ્યમાં AIMIM અને BTP વચ્ચે ગઠબંધન થઈ ચૂક્યું છે.

રાજ્યમાં આવીને ઇમ્તિયાઝે કહ્યું હતું કે ગુજરાત કોઇનો ગઢ નથી. સુરતમાં ગુજરાતના કાર્યકરો સાથે પણ તેઓ એક બેઠક પણ કરશે. ગુજરાતમાં ઇમ્તિયાઝ જલિલનો ત્રણ દિવસીય પ્રવાસ છે.

ઝઘડિયાના ધારાસભ્ય છોટુંભાઈ વસાવા દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બીટીપી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીના ગઠબંધનની જવાબદારી AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ઔરંગાબાદના સાંસદ અને AIMIMના નેતા સાંસદ ઈમ્તિયાઝ જલીલ અને વારિશ પઠાણને ગુજરાત મોકલ્યા છે.

પાર્ટીના કાર્યકરોએ ‘છોટુભાઈ વસાવા અને બીટીએસ જિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. જેના બાદ છોટુ વસાવાના નિવાસસ્થાને AIMIMના સાંસદ અને છોટુ વસાવાની વચ્ચે મળી હતી. મોટી સંખ્યામાં બીટીપીના કાર્યકર્તાઓ અહીં હાજર જોવા મળ્યા. સંસદસભ્ય ઈમ્તિયાઝ જલિલે કહ્યું હતું કે  ભાજપ અને કોંગ્રેસથી નારાજ વ્યક્તિઓ માટે અમારા દરવાજા ખુલ્લા છે. તેમણે છોટુ વસાવા અને મહેશ વસાવાને હૈદરાબાદ આવવા નિમંત્રણ આપ્યું છે. ગુજરાતમાંથી ભાજપ અને કોંગ્રેસ બંનેને મુક્ત કરવામાં આવશે.