આજે ગુજરાતના 17માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 62 વર્ષ પૂર્ણ કરી 63 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ શુભ અવસર પર અમદાવાદના અંધજન મંડળમાં મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ત્યાંના વિદ્યાર્થીઓ, તાલીમર્થીઓ, સ્ટાફ, ટ્રસ્ટીઓ અને ઘાટલોડીયા મતવિસ્તારના અગ્રણી સામાજિક કાર્યકરોએ સાથે મળીને સંસ્થાના પ્રાંગણમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએશનના અંધ વિદ્યાર્થીઓએ જન્મદિવસના ગીતો, પ્રાર્થના અને ભજનો ગાયા હતા. અમદાવાદના મેયર પ્રતિભા બેન જૈન, અમદાવાદ AMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, AMTS ચેરમેન ધર્મસિંહ દેસાઈ, કોર્પોરેટર દિપ્તીબેન અમરકોટીયા અને અન્ય ઘણા સામાજિક કાર્યકરો આ ઉજવણીમાં સહભાગી બન્યા હતા.
એટલું જ નહીં પ્રતિકાત્મ કેક કાપી, વિદ્યાર્થીઓમાં મીઠાઈનું અને ભોજનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્ર શાહ, જનરલ સેક્રેટરી ડો, ભૂષણ પુનાની અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નંદિની રાવલે પણ ઉત્સાહપૂર્વક ઉજવણીમાં ભાગ લીધો હતો. સમગ્ર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ “હેપ્પી બર્થ ડે દાદા” ના નારા સાથે ખુશી વ્યકત કરીને માહોલને ખુશનુમા બનાવી દીધો હતો.