રાજકોટઃ મેળામાં માતમ, ટ્રેન નીચે કચડાઈ જતાં બાળકનું મોત

રાજકોટઃ રાજકોટના એક મેળામાં એક એવી ઘટના ઘટી છે જેને જોતાં નાના બાળકોના માતાપિતાઓએ સાવધાન થવાની જરૂર છે. રાજકોટના શાસ્ત્રી મેદાનમાં આવેલા મેળામાં આનંદ માણવા પહોંચેલા 3 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ત્રણ વર્ષનો બાળક એક રાઈડમાં રમીને બાળકો માટેની ટ્રેન પાસે ગયો હતો છે અને ત્યાં ટ્રેન નીચે કચડાઈ ગયો હતો.

રાજકોટનાં શાસ્ત્રી મેદાનમાં રોયલ મેળો ચાલી રહ્યો છે, જ્યાં ભાવનગર રોડ પર રહેતો જય ગુજરાતી નામનો ત્રણ વર્ષનો બાળક પણ આનંદ મેળાની મોજ માણવા માટે મેળામાં પહોંચ્યો હતો. જ્યાં જય રમતરમતમાં બાળકો માટે ચાલતી ટ્રેન નજીક પહોંચ્યો હતો અને અચાનક  ટ્રેનનો ડબ્બો તેના માથા પર ફરી વળ્યો હતો. આ બનાવને પગલે ઘાયલ બાળકને તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં બાળકનું કરૂણ મોત નીપજ્યુ હતું. આ ઘટનામાં મૃતક જયના માતાપિતાએ મેળાનાં સંચાલકની બેદરકારીનો આક્ષેપ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.