જળસંચય કાર્યક્રમ દરમિયાન અમરેલીમાં સીએમનો વિરોધ

અમરેલી: રાજ્ય સરકારના ઉપક્રમે આગામી ચોમાસા દરમિયાન જળ સંગ્રહ ક્ષમતા વધારવાના હેતુથી રાજ્યભરાં જળસંચય-જલસંગ્રહ કરવા માટે વિવિધ કામો થઇ રહ્યાં છે. જેમાં આઝે અમરેલીમા લાઠીમાં મુખ્યપ્રધાનનો કાર્યક્રમ હતો. આ દરમિયાન અમુક સ્થાનિક લોકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો.મુખ્યપ્રધાન લાઠીના જરખીયા જળસંચય કાર્યક્રમ દરમિયાન લોકોને સંબોધન કરી રહ્યાં હતાં તે સમયે તેમને વિરોધ થયો હતો. ચાલુ સભાએ બે વ્યક્તિઓએ સીએમની સામે કાળા વાવટા ફરકાવી સૂત્રો પોકારીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે સભાસ્થળે ઉપસ્થિત રેન્જ આઈ.જી. અને અમરેલી એસપીના પીલિસે સ્ટાફે સીએમ સામે વિરોધના વાવટા ફરકાવનારની અટકાયત કરી લીધી હતી, પરંતુ આ કારણે  કાર્યક્રમમાં સૌનો ઉત્સાહ પડી ભાંગ્યો હતો.