કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ સરેરાશ 70 ટકા મતદાન

બેંગલુરુ- કર્ણાટકમાં આજે વિધાનસભાની ચૂંટણીનો દિવસ છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજના 6 વાગ્યે મતદાન પૂર્ણ થયું હતું. ચૂંટણી પંચે સત્તાવાર જાહેરાત કરી હતી કે કર્ણાટકમાં સરેરાશ 70 ટકા મતદાન નોંધાયું છે. એકંદરે મતદાન શાંતિપૂર્ણ રીતે પુરુ થયું છે. હુબલીમાં વરસાદ થતાં મતદાન પર અસર પડી હતી. ભાજપ અને કોંગ્રેસ સહિત દેવગોવડાનો જેડીએસના ભાવી મતપેટીમાં સીલ થયા છે. હવે 15 મેના રોજ મતગણતરી થશે.

કર્ણાટક વિધાનસભામાં કુલ 224 બેઠક છે. જોકે આજે 222 બેઠક પર મતદાન યોજાશે. એક બેઠક પર ભાજપના ઉમેદવારનું અવસાન થતાં અહીં ચૂંટણી રદ કરવામાં આવી છે. જ્યારે બેંગલુરુ શહેરના આર.આર. નગર મતવિસ્તારમાં આજે મતદાન અટકાવ્યું છે અને 28 મે સુધી મુલતવી રાખ્યું છે. મતવિસ્તારમાં એક ફ્લેટમાંથી 10 હજાર વોટર્સ આઈડી કાર્ડ મળી આવ્યા બાદ ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે.આ વખતની ચૂંટણીમાં રાજ્યના 4.96 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરીને રાજ્યની ભાવિ સરકાર કોણ બનશે તેનો નિર્ણય કરશે.લાઈવ અપટેડ્સઃ

 • ચૂંટણી પંચની સત્તાવાર જાહેરાતઃ સરેરાશ 70 ટકા મતદાન
 • સાંજે 5 વાગ્યા સુધી સરેરાશ 61.25 ટકા મતદાન
 • બપોરે 1 વાગ્યા સુધીમાં 36.5 ટકા મતદાન
 • સવારે 11 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન
 • કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં 3.5 લાખથી વધુ કર્મચારીઓ સેવા બજાવી રહ્યા છે
 • કેન્દ્રીય પ્રધાન અનંત કુમારે મતદારોને ભાજપને મત આપવા અપીલ કરી
 • મતદાન શરૂ થાય તે પહેલા યેદિયુરપ્પાએ શિકરપુર મંદિરમાં જઈ પૂજા કરી
 • યેદિયુરપ્પાએ કહ્યુઃ કર્ણાટકની જનતા સિદ્ધારમૈયા સરકારથી પરેશાન થઈ ગઈ છે, અને અમે 150થી વધુ બેઠકો પર જીત મેળવીશું અને સરકાર બનાવીશું
 • પૂર્વ મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ શિકારીપુરામાં મતાધિકારનો ઉપયોગ કર્યો
 • કેન્દ્રીયપ્રધાન સદાનંદ ગૌડાએ મત આપ્યો
 • મત આપવા આવેલી મુસ્લિમ મહિલાને મોઢા પરથી બુરખો ઉતારવા કહ્યું, થયો વિવાદ
 • હાસનમાં પોલિંગ બુથ 244 પર ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાઈ
 • પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગોવડાએ હાસન જિલ્લામાં હોલેનારાસિપુરા શહેરના બુથ નં244માં મતાધિકારનો ઉપયોગ કર્યો
 • પૂર્વ વડાપ્રધાન દેવગોવડાએ કહ્યુઃ અમે સારી કામગીરી કરી છે, માટે અમે કર્ણાટકમાં સરકાર રચીશું
 • ચૂંટણી અગાઉ ફલાઈંગ સ્કવૉર્ડે દરોડા પાડી અત્યાર સુધીમાં 11 કરોડ 3 લાખ 64 હજારની રોકડ ઝડપી
 • 954 લીટર દારુ અને 8,640 વ્હિસ્કીની બોટલ ઝડપી
 • 4 કરોડ 10 લાખ 98 હજારનું સોનું ઝડપ્યું
 • 165 કિલોગ્રામ ચાંદી પકડી
 • આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે કનકપુરા મતદાન મથકે મતદાન કર્યું
 • પ્રથમ બે કલાકમાં 9 વાગ્યા સુધીમાં 10.6 ટકા મતદાન
 • અમને વિશ્વાસ છે કે ભાજપ 60થી 70 બેઠકથી વધારે નહી જીતે, અને તેઓ કર્ણાટકમાં સરકાર રચવાના સ્વપ્ન જોઈ રહ્યા છેઃ મલ્લિકાર્જુન ખરગે, કોંગ્રેસ
 • બપોરે 1 વાગ્યા સુધી 36.5 ટકા મતદાન
 • પૂર્વ વિદેશપ્રધાન અને ભાજપના અગ્રણી નેતા એસએમ ક્રિશ્નાએ બેંગલુરુમાં મત આપ્યો
 • બપોરે 3 વાગ્યા સુધીમાં 56 ટકા મતદાન નોંધાયું
 • કર્ણાટકના હુબલીમાં વરસાદ આવ્યો, મતદાન પર અસર થઈ

કર્ણાટક રાજ્યમાં આજે મતદાન માટે ચૂંટણી પંચે 58,000થી વધુ પોલિંગ બુથ્સ ઊભાં કર્યા છે. મતદાન પ્રક્રિયા સરળતાપૂર્વક પાર પડે એ માટે 3 લાખ જેટલા મતદાન કર્મચારીઓને સેવામાં ઉતાર્યા છે.રાજ્યની 223 વિધાનસભા બેઠકો માટે આજે એક જ તબક્કામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. પરિણામ 15 મેના રોજ મંગળવારે જાહેર કરવામાં આવશે. આજે મતદાનને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યના 56 હજાર 696 પોલિંગ બૂથ પર દેખરેખ રાખવા આશરે 45થી 50 મતદાતાઓ દીઠ એક-એક પેજ પ્રમુખની નિમણૂંક કરી છે.આ પહેલાં પ્રચારના છેલ્લા દિવસે ગુરુવારે ભાજપ અને કોંગ્રેસે જનતાને રિજવવા પૂરી તાકાત કામે લગાડી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં ચૂંટણી માટે આશરે 29 હજાર કિલોમીટરનું અંતર કાપીને 20 જનસભાને સંબોધન કર્યું હતું. તો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ 20 રેલી અને 40 રોડ શો કર્યા હતાં. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ પણ કર્ણાટકમાં પ્રચાર કર્યો હતો. ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે પણ પૂરા વેગ સાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]