અમદાવાદ- જાતભાતના પ્રલોભનો આપી એજન્ટોની માયાજાળ રચી તગડા રુપિયા કમાવાનું કારસ્તાન કરનાર વિનય શાહ કેસમાં કાયદાકીય ગાળીયો ફિટ કરવામાં આવ્યો છે. જીઆઈપીડીના નવા કાયદા મુજબ વિનય શાહ સામે કાયદાકીય કાર્યવાહી કરવાને મંજૂરી આપી દેવામાં આવી છે.
260 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર કૌભાંડી વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ સામે ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટેસ ઓફ ડિપોઝિટર ઇન ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ (GPID) અધિનિયમ મુજબ કાયદાકીય ગાળીયો કસાયો હોવાની વિગતો મળી રહી છે.કોર્ટે આરોપી વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી વિરુદ્ધ GIPD અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે.સી.આઈ.ડી ક્રાઇમ દ્વારા કોર્ટમાં GIPD અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી જેને કોર્ટે માન્ય રાખી હતી.હવે કોર્ટ આરોપી વિનય શાહ અને તેની પત્નીની સંપત્તિ જપ્ત કરશે.
GIPD અધિનિયમ પ્રમાણે આરોપીને ઓછામાં ઓછા 6 વર્ષથી વધુની સજા અને રૂપિયા 10 લાખના દંડની જોગવાઈ છે.આ સાથે આ કલમ હેઠળ કોર્ટ આરોપીની સંપત્તિને પણ જપ્ત કરી શકાય છે.. કોર્ટે આ મામલે તપાસ માટે પાંચ અલગ અલગ ઝોનમાં સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક કરવાની જાહેરાત કરવામાં આવી હતી.