પરેશ ધાનાણીએ સરકાર પર બોલાવી તડીઃ આ દરેક પરીક્ષા માટે આવેલાં લાખો ફોર્મના પૈસા ખાઈ ગયાં

ગાંધીનગર- લોકરક્ષક દળની ભરતી પરીક્ષાના પેપર લીકમાં તપાસ દમિયાન જે રીતે તથ્યો બહાર આવી રહ્યાં છે તેમાં ભાજપના કાર્યકરોની સંડોવણીને લઇને એક તરફ ભાજપ સરકાર ભીંસમાં મૂકાઈ છે ત્યાં બીજી તરફ સીએલપી પરેશ ધાનાણીએ આંકડાઓ સાથે દરેક ભરતી પરીક્ષામાં ઉમેદવારોની જગ્યામાં લાખો ફોર્મ ભરાયાં તેના પૈસા ભાજપ સરકાર ખાઈ ગઈ હોવાનો દાવો કર્યો હતો. તેમણે કડક આલોચના કરવા સાથે માગણી કરી છે કે મુખ્યપ્રધાન રાજીનામું આપે.

પરેશ ધાનાણીએ કરેલા આક્ષેપ…

  • ભાજપ સરકારમાં સ્‍વર્ણિમ સંકુલમાં બેઠેલા લોકોના માર્ગદર્શન હેઠળ કમલમ્‌ કાર્યાલયના કાર્યકર્તાઓએ લાખો-કરોડો રૂપિયા ઉઘરાવી લોકરક્ષકની પરીક્ષાના પેપરો વેચ્‍યા.
  • લોકરક્ષક સહિતની વિવિધ ભરતી પ્રક્રિયા કૌભાંડની ઉચ્‍ચ ન્‍યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્‍વમાં તટસ્‍થ તપાસ થાય.
  • લોકરક્ષક સહિતની વિવિધ ભરતી પ્રક્રિયા કૌભાંડની નૈતિક જવાબદારી સ્‍વીકારી મુખ્‍યપ્રધાન તાત્‍કાલિક રાજીનામું આપે.
  • ૨૦૦૫થી ૨૦૧૮ સુધીમાં વિવિધ વર્ગની ભરતી માટે ચૂંટણીના આગળના વર્ષમાં જાહેરાતો કરવામાં આવી, લાખો યુવાનોએ ફોર્મ ભર્યા અને જે ડેટા ઉપલબ્‍ધ કરાવ્‍યો તે ડેટાનો ભાજપે રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે

ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ૨૦૦૫થી ૨૦૧૮ સુધીમાં રાજ્‍ય સરકારના વિવિધ સેવાઓ માટે વિવિધ વર્ગની ભરતી માટે ચૂંટણીના આગળના વર્ષમાં જે જાહેરાતો કરવામાં આવી, લાખો યુવાનોએ ફોર્મ ભર્યા, એમણે જે ફોર્મમાં ડેટા ઉપલબ્‍ધ કરાવ્‍યા હતાં, તેનો ભાજપે રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કર્યો. આવા યુવાનોને પરીક્ષા આપવા માટે કરોડો રૂપિયાનો વ્‍યર્થ ખર્ચ કરાવવામાં આવ્‍યો. પરિણામો જાહેર થાય તે પહેલાં વારંવાર જોવા મળ્‍યું છે કે આચાર સંહિતા લાગુ થઈ ગઈ, તમામ અરજદારોને એનું ખાનગીમાં ગોઠવાઈ ગયું છે તેવા ભાજપ અને તેને સંલગ્ન સંસ્‍થાઓએ સપના દેખાડયા અને બેરોજગાર યુવાનોની મજબુરીનો રાજકીય ઉપયોગ કરી કાર્યકર્તા તરીકે કામ કરવા મજબુર બનાવ્‍યા અને ચૂંટણી પૂરી થયાં બાદ ભરતી પ્રક્રિયામાં કાયદાકીય ગુંચવણો ઉભી કરાવીને આવી ભરતીઓ વારંવાર મોકુફ રાખવાના બનાવો ભાજપના શાસનમાં હવે સામાન્‍ય થઈ ગયા છે. તાજેતરમાં લોકરક્ષકની ભરતીમાં ૯ લાખ કરતાં વધુ યુવાનોના ભવિષ્‍ય સાથે ચેડા કરનાર ષડયંત્રના તાર વાયા કમલમ્‌ સીધા જ સ્‍વર્ણિમ સંકુલ સાથે જોડાયેલા છે.વિપક્ષી નેતાએ જણાવ્‍યું હતું કે, લોકરક્ષકની પરીક્ષાના પ્રશ્નપત્ર અને તેના જવાબો ભાજપના મળતિયાઓ અને કાર્યકર્તાઓ મારફત લાખો બેરોજગાર યુવાનોની મજબુરીનો લાભ લઈને તેમને ખંખેરવા માટે કેટલાય દિવસે પહેલાં કમલમ્‌ કાર્યાલય ખાતે દુકાન ખોલવામાં આવી હતી. કરોડો રૂપિયાનો બેરોજગાર યુવાનોને ખર્ચ કરાવ્‍યા પછી ભાજપના પાપનો ભાંડો ફૂટતાં આવી પરીક્ષાઓ ભૂતકાળની જેમ સ્‍થગિત કરવાની સરકારને ફરજ પડી છે અને ૯ લાખ કરતાં વધુ યુવાનોના ભવિષ્‍ય સાથે ચેડા કરનાર ભાજપ સરકારમાં સ્‍વર્ણિમ સંકુલમાં બેઠેલા લોકોના માર્ગદર્શન હેઠળ કમલમ્‌ કાર્યાલયના કાર્યકર્તાઓએ લાખો-કરોડો રૂપિયા ઉઘરાવી લોકરક્ષકની પરીક્ષાના પેપરો જે વેચ્‍યા હતા તે રાજ્‍યકક્ષાના સ્‍ટ્રોંગ રૂમમાં બંધ હતા તે પહેલાં પરીક્ષામાં પાસ થવા માટે મજબુરીવશ ભટકતા ટટળતા યુવાનોને ખિસ્‍સા ખંખેરીને વેચવામાં આવ્‍યા ત્‍યારે સ્‍વયંસ્‍પષ્‍ટ થાય છે કે આ લોકરક્ષકની ભરતી પરીક્ષાનું પેપર મોટા માથાઓના ઈશારે ફૂંટયું છે.

લોકરક્ષકની પરીક્ષા સહિત ટેટની પરીક્ષામાં પેપર ફુટયાની વાતો પણ સામે આવી, પંચાયત તલાટી-મંત્રીના પેપરકાંડમાં પણ ભાજપના મોટા માથાઓની સંડોવણી સામે આવી છે ત્‍યારે વીતેલા વર્ષોમાં સરકારી ભરતીમાં જે અનિયમિતતાઓ થઈ છે તે સરકારની સીધી દોરવણી અને પીઠબળથી થઈ હોય તેવું આજે સ્‍પષ્‍ટ થાય છે ત્‍યારે હવે ગુજરાતનો રોજગાર મેળવવા દર-દર ભટકતો બેરોજગાર યુવાને ભાજપ પરથી વિશ્વાસ ગુમાવ્‍યો છે. માટે ઉચ્‍ચ ન્‍યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્‍વમાં સમગ્ર ભરતીકાંડની તટસ્‍થ, નિષ્‍પક્ષ અને પારદર્શી તપાસ સોંપવામાં આવે, ભવિષ્‍યમાં આવા બનાવો બનતા રોકવા ઉચ્‍ચ ન્‍યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્‍વમાં આ સમગ્ર પ્રકરણની તટસ્‍થ તપાસ થાય, ભરતીઓમાં વારંવાર પેપર ફુટવા, અનિયમિતતાઓ આચરવી, વિવિધ બનાવોમાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓની સીધી સંડોવણી ખુલવા જઈ રહી છે ત્‍યારે મુખ્‍યપ્રધાન તાત્‍કાલિક રાજીનામું આપે.

આ દરેક પરીક્ષામાં ભરાયાં લાખો ફોર્મ…

ક્રમ ભરતીનું નામ ભરતીની જગ્‍યા ભરતી માટે આવેલ ફોર્મ
પંચાયત તલાટી વર્ગ-૩, જુનિયર ક્‍લાર્ક વર્ગ-૩ ૧૮૧૯ ૨૩ લાખ
લોકરક્ષક વર્ગ-૩ ૯૭૧૩ ૮.૭૬ લાખ
વનરક્ષક વર્ગ-૩ ૩૩૪ ૬.૨૫ લાખ
મુખ્‍ય સેવિકા વર્ગ-૩ ૫૧૨ ૨ લાખ
નાયબ ચીટનીસ વર્ગ-૩ ૭૭ ૩ લાખ
રીસર્ચ ઓફિસર ૬ હજાર
સૂરત મહાનગરપાલિકા

બેલદાર અને સફાઈ કામદાર વર્ગ-૪

સફાઈ કામદાર-૧૪૪૨

બેલદાર-૭૦૨

૮૨૦૦૦
જે પૈકી ૫૫૦૦૦ ગ્રેજ્‍યુએટ
ટેટ-૧ વર્ગ-૩ ૩૨૬૨ ૧.૮૦ લાખ
ટાટ ૨૪૬૦ ૧.૪૭ લાખ
૧૦ જીએસઆરટીસી ૨૨૦૦ ૨.૧૫ લાખ
૧૧ નાયબ મામલતદાર વર્ગ-૩ ૪૧૨ ૪.૨૫ લાખ
૧૨ ફાર્માસિસ્‍ટ વર્ગ-૩ ૧૧૫ ૮૦ હજાર
૧૩ સ્‍ટાફ નર્સ વર્ગ-૩ ૭૦૦ ૧ લાખ