પૂ. ડો.જ્ઞાનવત્સલ સ્વામીનું ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલી દ્વારા “સાઇટેશન” આપીને ભવ્ય સન્માન કરાયું છે. મેમ્બર ઓફ એસેમ્બલી મિ.ડેવિડ વેપ્રીનના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવ્યા.
પૂ. ડો. જ્ઞાનવત્સલ સ્વામીનું આ સન્માન એમના સામાજીક યોગદાન અને અસામાન્ય ઉપલબ્ધિઓ બદલ, એમની કૃતનિશ્ચયતા અને પ્રતિભા બદલ, એક અદ્વિતિય વ્યકિતત્વ બદલ તેમજ સમ્માનને પાત્ર ઉત્કૃષ્ટ વ્યકિત તરીકે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી એ “જીવન જીવવાની શૈલી” વિષયક વાત કરી હતી.
એમને આપવામાં આવેલા સાઇટેશનના શબ્દો પર નજર કરીએતો એમાં લખ્યુ હતું કે એક મહાન રાજ્ય એટલુ જ મહાન હોય છે જેટલા મહાન ડો.જ્ઞાનવત્સલ સ્વામી છે , જેમણે એમના સમુદાયને જીવન પ્રશિક્ષક તરીકે, એક સારા વક્તા તરીકે અને એક ઉમદા નાગરિક તરીકે અનુકરણીય સેવા આપી છે.
ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીએ છેલ્લાં 31 વર્ષોમાં 15,500 થી વધુ લાઇફ એન્હાન્સમેન્ટ સ્પીચ આપી છે, એમણે એમની મુક્ત સેવા માટે 2 યુનિવર્સિટીઓ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડૉક્ટરેટ ઑફ લિટરેચરની ઉપાધિથી સન્માનિત કરાયા છે. એટલુ જ નહીં એમને મોર્ડન ઇન્ડિયાના સંત તરીકે ‘સૂર્ય રત્ન’ નેશનલ લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરાયા છે.