સોમનાથમાં ક. મા. મુનશી ગ્રંથાલય શરૂ

વેરાવળઃ સરકારની અનલોક-5ની ગાઇડલાઇન પ્રમાણે લાઇબ્રેરીઓને નિયમાધીન શરૂ કરવા મંજૂરી મળી છે ત્યારે સોમનાથમાં TFC ભવનમાં વિવિધ સુવિધાસભર સ્વ. કનૈયાલાલ મુનશી ગ્રંથાલય શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ધાર્મિક-આધ્યાત્મિક-નવલકથાઓ-નાટકો-જનરલ નોલેજ સહિતનાં અનેક પુસ્તકો ઉપલબ્ધ છે. જ્યાં કોરોના વૈશ્વિક રોગચાળાને અનુલક્ષીને ખાસ સુરક્ષાનું સરકારની ગાઇડલાઇન મુજબ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વાચકોને બેસવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ સ્થાન ખૂબ જ શાંત તેમ જ પ્રાકૃતિક  હોવાથી સ્પર્ધાત્મક પરીક્ષાની  તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વરદાન સમું બન્યું છે, હાલમાં ગીર સોમનાથ જિલ્લાના 30થી વધુ વિદ્યાર્થીઓ અહીં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવા માટે આવે છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]