અભિનેતા અમિતાભ બચ્ચને યોગ દિવસ પર ગુજરાતને આમ યાદ કર્યું

0
1174

અમદાવાદ- ચતુર્થ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અત્રતત્ર સર્વત્ર ઉજવાઇ રહ્યો છે. વહેલી સવારથી વિવિધ વયજૂથ અને વર્ગના નાગરિકો વિવિધ યોગાસનો કરીને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિનો લાભ કેળવી રહ્યાં છે. ત્યારે મિલેનિયમ સ્ટાર અભિતાભ બચ્ચને પણ યોગ દિવસ સંદર્ભે આ ખાસ સંદેશ મૂક્યો છે.અમિતાભ બચ્ચને પોતાના ટ્વીટમાં એક તસવીર શેર કરી છે. યોગ દિવસની શુભેચ્છા પાઠવવા સાથે તેમણે એક નોંધ કરી છે કે તેમનો યોગાભ્યાસ કરવા માટેનો પોશાક ઠીક ન હતો. આ ફોટો તેમણે ગુજરાત ટુરિઝમ માટે કરેલા કેમ્પેઇન દરમિયાનની એક થીમ પરથી ટ્વીટ કર્યો છે. તેમણે આ સાથે વર્લ્ડ મ્યૂઝિક ડેને પણ યાદ કર્યો છે.

(તસવીરો અમિતાભ બચ્ચનજીના ટ્વીટર પરથી સાભાર.)